બેરોજગાર યુવાનોની ભરતી માટે તારીખો સરકાર કેમ જાહેર કરતી નથી – Kranti Sandesh
Headlinesગુજરાતરાજનીતિ

બેરોજગાર યુવાનોની ભરતી માટે તારીખો સરકાર કેમ જાહેર કરતી નથી

રાજ્યમાં બેરોજગારી વધી રહી છે અને તેનો ડર હવે રાજ્ય સરકારને સતાવી રહ્યો છે.

બેરોજગારોની ભરતી કરવા આંદોલનકારી પ્રવિણ રામે સરકાર સમક્ષ માંગણી કરી છે. પ્રવિણ રામે કહ્યુ હતુ કે કોરોના કાળમાં વિશ્વાસઘાતી ધારાસભ્યોની ભરતી થઈ શકતી હોય તો બેરોજગાર યુવાનોની ભરતી કેમ ન થાય. કોરોનાકાળમાં પેટાચૂંટણી માટેની તારીખો જાહેર કરવાની તૈયારીઓ સરકાર કરી શકે છે. તો બેરોજગાર યુવાનોની ભરતી માટે તારીખો સરકાર કેમ જાહેર કરતી નથી. તેવા સવાલો પ્રવિણ રામે ઉઠાવ્યા હતા.

રાજ્યમાં બેરોજગારી વધી રહી છે અને તેનો ડર હવે રાજ્ય સરકારને સતાવી રહ્યો છે. કેટલાક દિવસોથી રાજ્યમાં વિધાર્થી સંગઠન Nsui પણ અલગ અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવકો મળી મોટું આંદોલન કરશે તેવી વાતથી સરકાર સતર્ક થઈ હતી અને ગાંધીનગરમાં મોટો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ રાજ્ય શાળાઓ દ્વારા લેવાતી બે ફામ ફ્રી ને લઈ વિધાર્થી સંગઠન Nsui દ્વારા ડી.ઈ.ઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર અને અમદાવાદમાં મોટું આંદોલન શરૂ થશે તે ડર થી પોલીસને એક્શન માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા વિધાર્થી નેતાઓ ઘરે થી નીકળે તે પહેલાં જ અટકાયત કરી દેવામાં આવી હતી. તો કેટલાક વિધાર્થીઓને નજર કેદ કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button