વડોદરા: 150 પરપ્રાંતિયો કલેક્ટર કચેરી પહોંચ્યા શ્રમિકો – Kranti Sandesh
ગુજરાત
Trending

વડોદરા: 150 પરપ્રાંતિયો કલેક્ટર કચેરી પહોંચ્યા શ્રમિકો

Vadodara: 150 other state workers reached the Collector office

કોરોના વાઈરસના લોકડાઉનને પગલે ભરૂચ પાસે મક્તમપુર ગામમાં ઉત્તરપ્રદેશ સહિતના અલગ-અલગ રાજ્યોના 150 જેટલા પરપ્રાંતિયો અટવાઇ ગયા છે. આ લોકો પાસે મજૂરી કામ ન હોવાથી રોજગારી વિના મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ઓફિસ પર 150 પરપ્રાંતિય લોકોએ ઘરે જવા માટેની પરવાનગી લેવા માટે જામી ભીડ જમાવી હતી. આ લોકો કલેક્ટર કચેરી ખાતે પરમિશન માટે ધક્કા ખાય છે, પરંતુ લોકડાઉનને પગલે તેમને વતન જવાની મંજૂરી મળતી નથી. આજે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયેલા પરપ્રાંતિય લોકોને ભરૂચ એ-ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવ્યા હતા અને ઘરે પરત મોકલ્યા હતા.
શ્રમિક યુવાને કહ્યું: 2 મહિનાથી મજૂરી કામ ન મળતા અમારી પાસે હવે પૈસા નથી
યુપીના દેવરીયા રહેવાસી ચિન્ટુ ચૌહાણે જણાવ્યું હતું કે, હું મજુરી કામ કરીએ છીએ. 2 મહિનાથી મજૂરી કામ ન મળતા અમારી પાસે હવે પૈસા નથી. અમે એક દિવસ ખાઇએ છીએ અને એક દિવસ ભૂખ્યા રહીએ છીએ. કલેક્ટર ઓફિસ આવ્યા છીએ પણ વતન જવાની મંજૂરી મળી નથી. મારી કલેક્ટર સાહેબને વિનંતી છે કે, ગમે તેમ કરીને અમને અમારા વતન દેવરીયા મોકલી દેવામાં આવે.
શ્રમિક યુવાને કહ્યું: અમે મજૂર છીએ, કામ કરીશું તો ખાઇશું નહીં તો ભૂખ્યા મરીશું. અમે નિરાશ થઇને ઘરે પાછા જઇએ છીએ
ઉત્તરપ્રદેશના દેવરીયાના રહેવાસી યુવાને જણાવ્યું હતું કે, અમને અમારા વતન યુપી જવાની ઇચ્છા છે અને વતન જવા માટેની મંજૂરી આપવામાં આવે છે, તેવી ખબર પડતા અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ પણ અહીં સાહેબે અમને 3 મે સુધી જવાની પરમિશન ન આપવાની વાત કરી રહ્યા છે. અમે 150 લોકો છીએ. અમે મજૂર છીએ, કામ કરીશું તો ખાઇશું નહીં તો ભૂખ્યા મરીશું. અમે નિરાશ થઇને ઘરે પાછા જઇએ છીએ.

Show More

Related Articles

Back to top button