બે બહેનો પર 15 જણે સતત છ દિવસ ગેંગરેપ કર્યો, પાકિસ્તાનના ફૈસલાબાદની ચોંકાવનારી ઘટના – Kranti Sandesh
ક્રાઇમ

બે બહેનો પર 15 જણે સતત છ દિવસ ગેંગરેપ કર્યો, પાકિસ્તાનના ફૈસલાબાદની ચોંકાવનારી ઘટના

પાકિસ્તાનના ફૈસલાબાદમાં ગેંગરેપની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પંદર વ્યક્તિઓએ સતત છ દિવસ સુધી બે સગીર વયની બહેનો પર ગેંગરેપ કર્યો હતો. આ છોકરીઓની માતાએ કરેલી ફરિયાદના પગલે આ ઘટના બહાર આવી હતી.

આ છોકરીઓની માતાએ જણાવ્યા મુજબ સપ્ટેંબરની 11મીએ કેટલાક લોકો આવીને મારી પંદર અને સત્તર વર્ષની બે પુત્રીઓને ઉપાડી ગયા હતા. ત્યારબાદ વિવિધ સ્થળે એમને લઇ જઇને ગેંગરેપ કરતા હતા. આ ઘટનાની વિડિયો ક્લીપ પણ ઊતારી હતી. અમે ગરીબ માણસો છીએ. આ લોકો સામે લડી શકીએ એવી અમારી સ્થિતિ નથી. અમે વકીલોની ફી ચૂકવવાના પૈસા પણ ખર્ચી શકીએ એમ નથી એટલે અમે આ ઘર છોડીને અન્યત્ર રહેવા જવાનો નિર્ણય કર્યો હતો.

આ છોકરીએા પાછી ઘરે આવી ત્યારપછી પણ પેલા માથાભારે પરિબળોએ એમનો પીછો છોડ્યો નહોતો. સતત એમને હેરાન કરવામાં આવતા હતા.

આ એકલદોકલ કિસ્સો નથી. પાકિસ્તાનમાં ગેંગરેપના કિસ્સા હવે રોજના થઇ પડ્યા હતા. ખાસ કરીને પંજાબ પ્રાંતમાં અપહરણ અને ગેંગરેપના કિસ્સા સરકાર માટે માથાના દુખાવા જેવી થઇ પડ્યા હતા. તાજેતરમાં લાહોર-સિયાલકોટ હાઇવે પર કેટલાક લોકોએ બે બાળકની માતા પર ગેંગરેપ કર્યો હતો. હવે પાકિસ્તાનમાં પણ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી થઇ હતી.

Tags
Show More

Related Articles

Back to top button