પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘કાગઝ’નું પોસ્ટર રિલીઝ, જબરદસ્ત હશે પાત્ર – Kranti Sandesh
મનોરંજન

પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘કાગઝ’નું પોસ્ટર રિલીઝ, જબરદસ્ત હશે પાત્ર

જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. અભિનેતા પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘કાગઝ’ આવતા વર્ષે સાતમી જાન્યુઆરીએ ડિજિટલ પ્લેટફોર્મ ઝી 5 પર રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના પસંદગીના થિયેટરોમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન સતિષ કૌશિકે કર્યું છે.

કચેરીના સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યા
ફિલ્મ કાગઝનું પોસ્ટર બહાર આવી ગયું છે જો તમે તેને ધ્યાનથી જોશો તો પંકજ ત્રિપાઠી કાગળોના બંડલની વચ્ચે પીઠ ફેરવીને ઉભો છે. આ કાગળના બંડલો કોઈ સરકારી કચેરીના સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેના જેવું જ એક કાગળનું બંડલ સફારી સૂટ પહેરેલા પંકજ ત્રિપાઠીના હાથમાં પણ છે.

કાગળ પર મૃત જાહેર કરવામાં આવ્યો
આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશના એક નાના ગામની સ્ટોરી દર્શાવવામાં આવી છે. સ્ટોરીને વ્યંગપૂર્ણ કોમેડી તરીકે દર્શાવવામાં આવી છે. સ્ટોરી એવા માણસની છે જેને કાગળ પર મૃત જાહેર કરવામાં આવ્યો છે પરંતુ તે જીવંત છે તે સાબિત કરવા માટે તે તમામ પ્રયત્નો કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે.

લગભગ 18 વર્ષ સુધી લડતો રહ્યો
થોડા સમય અગાઉ આઝમગઢની એક વ્યક્તિનો કિસ્સો બહાર આવ્યો હતો, જેને સત્તાવાર રેકોર્ડમાં મૃત જાહેર કરાયો હતો પરંતુ તે ખરેખર જીવંત હતો. આ વ્યક્તિ પોતાને જીવંત સાબિત કરવા માટે લગભગ 18 વર્ષ સુધી લડતો રહ્યો. પંકજ ત્રિપાઠી આ વ્યક્તિનું પાત્ર ભજવશે.

Tags
Show More

Related Articles

Back to top button