મોબાઇલ ગેરેજ સર્વિસ વાન ઘરે આવીને રિપેર કરી દેશે તમારી કાર, આવી રીતે કરો ફરિયાદ – Kranti Sandesh
સ્પેશ્યલ

મોબાઇલ ગેરેજ સર્વિસ વાન ઘરે આવીને રિપેર કરી દેશે તમારી કાર, આવી રીતે કરો ફરિયાદ

નવી દિલ્હી : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે દેશમાં મોબાઇલ કાર સેવા સુવિધા શરૂ કરવા માટે દિલ્હી સ્થિત કંપની હોમ મેકેનિક સાથે હાથ મિલાવ્યો છે. હોમ મેકેનિક આઈએનડી નામની આ ડોરસ્ટેપ સેવાને શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. બંને કંપની મુંબઈ સહિત અન્ય શહેરોમાં પણ આ સેવાનો વિસ્તાર કરવા પર વિચાર કરી રહી છે. તેને મોબાઇલ ગેરેજ સર્વિસ વાન નામ પણ આપવામાં આવ્યું છે.

મોબાઇલ ગેરેજ સર્વિસ વાન ઘરે-ઘરે જઈને ગ્રાહકોની ફરિયાદ પર તેમની કારને રિપેર કરવાનું કામ કરશે. સર્વિસ વાનમાં કારને રિપેર કરનાર મુખ્ય ટૂલ્સ જેવા કે પાવર જનરેટ, એર કંપ્રેશર, ઓઇલ ડિસ્પેંસર, વેસ્ટ ઓઇલ કલેક્ટર, વેક્યૂમ ક્લિનર અને ગાડી ધોવાના ટૂલ્સ રહેશે. આ પ્રકારની પ્રથમ મોબાઇલ વાન સર્વિસ દિલ્હીમાં પંચશીલ એન્ક્લેવમાં ઇન્ડિયન ઓઇલ પંપ પર ઉપલબ્ધ છે.

કંપનીનું કહેવું છે કે આ સર્વિસમાં ગ્રાહકોને ઘરે-ઘરે જઈને 300થી વધારે પ્રકારની કાર સેવા પ્રદાન કરાશે. આ માટે ગ્રાહકોએ કંપનીની વેબસાઇટ હોમ મેકેનિક ડોટ ઇન અને વોટ્સએપ હેલ્પલાઇન નંબર 985 986 4141થી એપાઇટમેન્ટ બુક કરવી પડશે. સાથે ગ્રાહકોને પોતાની કાર સંબધિત આવશ્યક જાણકારી મોબાઇલ નંબર સાથે દેવી પડશે. એપોઇમેન્ટ બુક થયા પછી ત્રણ સદસ્યીય મેકેનિકની એક ટીમ ગ્રાહકના ઘરે પહોંચશે. આ સેવા સાતેય દિવસ સવારે 9 વાગ્યેથી સાંજે 7 વાગ્યા સુધી ચાલું રહેશે.

હોમ મેકેનિકના સીઇઓ કુણાલ આરના મતે ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારીથી તેની કંપનીની ક્ષમતા મજબૂત થશે અને વધારેમાં વધારે ગ્રાહકો સુધી પહોંચ વધશે. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન ઓઈલના દેશભરમાં 30 હજારથી વધારે પેટ્રોલ પંપ છે. કોરોના વાયરસના ડરને જોતા લોકો માટે આ સુવિધા મહત્વની સાબિત થઈ શકે છે. કંપનીને પણ ગ્રાહકો પાસેથી સારા ફીડબેકની આશા છે.

Tags
Show More

Related Articles

Back to top button