ગૃહમંત્રાલયે ઓફિસમાં કામ કરવા અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી – Kranti Sandesh
દેશ / વિદેશ
Trending

ગૃહમંત્રાલયે ઓફિસમાં કામ કરવા અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી

The Home Ministry issued a guide on working in the office

ભારતમાં કોરોના વાયરસના કારણે ઘણું બધુ બદલાઇ રહ્યું છે જેમાં ઓફિસમાં કામ કરવાની પધ્ધતિ પણ સામેલ છે. ગૃહમંત્રાલયે ઓફિસમાં કામ કરવા અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જેના દ્રારા અર્થતંત્રને ધીમે ધીમે પાટે ચઢાવવામાં આવશે. મોટા ભાગની કંપનીઓ માને છે કે આ ફેરફારો લાગુ કરી શકાય તેમ છે.૨૦ ઓફિસથી જે ઓફિસ ખૂલશે તેમાં દરેક કર્મચારીઓ ફેસ માસ્ક ફરજિયાત પહેરવા પડશે. બે કર્મચારીઓ વચ્ચે ઓછામાં ઓછા ૬ ફુટનું અંતર રાખવું પડશે, ૧૦ કે તેનાથી વધુ લોકોની કોઇ મિટિંગ નહીં કરી શકાય. એક જગ્યા પર એકસાથે ઘણા લોકો એકઠા ન થાય તે માટે એકસાથે લચં બ્રેક નહીં મળે. વારાફરતી લચં માટે જઇ શકાશે. આ ઉપરાંત કર્મચારીઓ શિફટમાં કામ કરશે અને બે શિફટ વચ્ચે એક કલાકનો ગેપ રહેશે.

આઇટીઆઇઇએસ કંપનીઓએ તેમની ક્ષમતાના ૫૦ ટકા કર્મચારીઓથી જ કામ કરવાનું રહેશે. એટલું જ નહીં, માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે કર્મચારીઓને લિફટના બદલે દાદરાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા. લિફટમાં પણ બે કે ચારથી વધારે (લિફટની સાઇઝના આધારે) લોકો ન જાય તે જોવાનું રહેશે.

જે લોકોને પાંચ વર્ષથી ઓછી વયના બાળકો હોય અથવા જેમની વય ૬૫ વર્ષથી વધુ હોય તેમને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ઓફિસમાં પુરતા પ્રમાણમાં સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાના પણ કડક નિયમો છે. ટચ ફ્રી સેનિટાઇઝરની ખાસ ભલામણ કરવામાં આવી છે.

આ ઉપરાંત બધાનું ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે કર્મચારીઓને ટ્રાન્સપોર્ટેશનની જરૂર હોય તેમને એવા વાહનો પુરા પાડવાના રહેશે. જેમાં બેઠક ક્ષમતા ૩૦ કે ૪૦ ટકાથી વધારો લોકો ન હોય શકે. દરેક વર્કપ્લેસ પર નજીકની કોવિડ હોસ્પિટલની યાદી રાખવી પડશે અને તમામ એમ્પ્લોયરે તેમના કર્મચારી આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરવાના રહેશ. ઓફિસમાં બિન આવશ્યક મુલાકાતીઓને પ્રવેશ નહીં અપાય, તમાકુના ઉપયોગની અને ગમે ત્યાં થુંકવાની મનાઇ રહેશે. આ નિયમોનું પાલન થાય તે જોવાની જવાબદારી ડિસ્ટિ્રકટ મેજિસ્ટ્રેટની રહેશે અને તે ડિઝાસ્ટર મેનેજમેટ એકટ ૨૦૦૫ હેઠળ દડં સહિતની કાર્યવાહી કરી શકશે. ભારતીય કંપનીઓના એચઆર વિભાગ માને છે કે આગામી સમયમાં આ નોર્મલ બની જવાનું છે. કેટલાંક નિયમો પહેલેથી લાગુ કરી દેવાયા છે. મોટા ભાગની કંપનીઓને ૫૦ ટકા સ્ટાફના નિયમ સામે વાંધો નથી.

એક આઇટી કંપનીના અધિકારીએ કહ્યું કુ તેઓ માત્ર ૩૦ ટકા સ્ટાફને કામ પર બોલાવશે. તેમણે ઓફિસ કેબમાં પ્રવાસ કરતા લોકોની સંખ્યા પણ ઘટા છે અને લચં બોકસને ડેસ્ક પર ખાવાની છૂટ આપી છે. આ ઉપરાંત લિફટના ઉપયોગમાં પણ મર્યાદા રાખી છે

Show More

Related Articles

Back to top button