વડોદરા આવતી ST બસનો ડ્રાઇવર રસ્તામાં બસ થોભાવીને નર્મદા નદીમાં કૂદી ગયો – Kranti Sandesh
ગુજરાત

વડોદરા આવતી ST બસનો ડ્રાઇવર રસ્તામાં બસ થોભાવીને નર્મદા નદીમાં કૂદી ગયો

વડોદરા: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. આ સમગ્ર મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરે રાજપીપળાથી બસ લઈને વડોદરા શહેર ખાતે આવી રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આશિષકુમાર રણછોડ મુંડવાડા મેટ્રોલિંક સિટી બસ લઈને રાજપીપળાથી વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. બસમાં અંદાજે 20 મુસાફર સવાર હતા. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતા. આ મામલે એસ.ટીના તંત્રને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરજ દરમિયાન જે ડ્રાઇવરે નદીમાં ઝંપલાવી દેતા એસ.ટી. ડેપો મેનેજર પર બનાવ સ્થળે દોડી ગયા હતા.

ડ્રાઇવરે નદીમાં ઝંપલાવ્યાની વાત બાદ ફાયર વિભાગને જાણ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે આશિષકુમાર સોમવારે સાંજે આશરે પાંચ વાગ્યે વડોદરા માટે મેટ્રોલિંક બસ લઈને નીકળ્યો હતો. બસમાં 20 જેટલા મુસાફરો સવાર હોવાની માહિતી મળી છે.

બસ અડધા કલાક બાદ રાજપીપળાથી પોઈચા બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન ડ્રાઇવરે અચાનક બસને થોભાવી દીધી હતી. મુસાફરોને લાગ્યું હતું કે ડ્રાઇવરે કોઈ કામ અર્થે બસ થોભાવી છે. જોકે, ડ્રાઇવરે બસ થોભાવીને સીધું જ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને નજરે જોનારા મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. મુસાફરો કંઈ કરે કે સમજે તે પહેલા તો ડ્રાઇવરે બ્રિજ પરથી નીચે ઝંપલાવી દીધું હતું. એવી માહિતી મળી છે કે ડ્રાઇવર આશિષ સવારે જ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી બસ લઈને પરત આવ્યો હતો. જે બાદમાં સાંજે તે વડોદરા જતી બસમાં નોકરી પર હતા.

Tags
Show More

Related Articles

Back to top button