ઇરાને પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાની પૃષ્ટિ કરી – Kranti Sandesh
Headlinesદેશ / વિદેશ

ઇરાને પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાની પૃષ્ટિ કરી

સામાન્ય દુર્ઘટના ગણાવી ટાળવાનો પ્રયાસ કર્યો હતો

ઈરાને ભૂમિગત નતાન્જ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાની પૃષ્ટિ કરી છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ આ સમાચાર જાહેર કર્યા છે. સેન્ટ્રીફ્યુઝ એક એવું મશીન છે જે વિવિધ ઘનતા ધરાવતા દ્રવ્યો કે નક્કર પદાર્થોમાંથી તરલ પદાર્થોને અલગ કરવા સેન્ટ્રીફ્યુઝલ ફોર્સનો ઉપયોગ કરે છે.

સામાન્ય દુર્ઘટના ગણાવી ટાળવાનો પ્રયાસ કર્યો હતો

ઈરાનના અધિકારીઓએ ગુરૂવારે સવારે લાગેલી આગને જેણે ‘ઔદ્યોગિક શેડ’ને પ્રભાવિત કરેલ તેને એક સામાન્ય દુર્ઘટના ગણાવીને ટાળવા પ્રયત્ન કર્યો હતો. જો કે ઈરાનની સરકારી ચેનલ દ્વારા આ સ્થળની જે તસવીરો અને વીડિયો જાહેર કરવામાં આવેલા તેમાં ઈંટો વડે બનેલી બે માળની ઈમારત જોવા મળી જેમાં આગથી સળગવાના નિશાન અને છત સ્પષ્ટ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યા છે.

2018માં આ કેન્દ્રનું ઉદ્ધાટન થયુ હતું

ઈરાનની પરમાણુ એજન્સીના પ્રવક્તા બેહરૂજ કમલવંદીએ જણાવ્યું કે, 2013માં આ કેન્દ્રનું કામ શરૂ થયેલું અને 2018માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મશીનોનું નિર્માણ કરવાની ઈચ્છા હતી. વધુમાં જણાવ્યું કે, આ નુકસાનના કારણે સંભવત: અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મશીન્સના વિકાસ અને ઉત્પાદનમાં મોડું થઈ શકે છે.

ઈરાની ક્ષેત્રો પર ઈઝરાયલનો સાઈબર એટેક

કમલવંદીએ જણાવ્યું કે, માપન અને શુદ્ધતા માટેના ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયા છે. આ કેન્દ્ર તેહરાને 2015માં વિશ્વની શક્તિઓ સાથે જે પરમાણુ સમજૂતીઓ કરેલી તેના કારણે જે પ્રતિબંધો લાગુ હતા તેના લીધે પૂરી ક્ષમતા સાથે નહોતું ચાલતું. ઈરાને બે વર્ષ પહેલા અમેરિકા આ સમજૂતીમાંથી બહાર થયું તેને અનુલક્ષીને અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મોડલ સાથે પ્રયોગો શરૂ કરી દીધેલા. ઈરાન ઘણા લાંબા સમયથી કહેતું આવ્યું છે કે તેના પરમાણુ કાર્યક્રમો શાંતિપૂર્ણ ઉદ્દેશો માટેના છે.

જમીનની અંદર બનાવવામાં આવ્યુ છે કેન્દ્ર

આઈઆરએનએ એ આ દુર્ઘટના પાછળ પોતાના દુશ્મન ઈઝરાયલ અને અમેરિકા સામે શંકાની સોય તાકી હતી. અગાઉ એક કુવૈતી સમાચારપત્ર એ પણ ઈઝરાયલે ઈરાની ક્ષેત્રો પર સાઈબર એટેક કર્યો હોવાનો દાવો કર્યો હતો. સમાચારપત્રમાં ગુરૂવારે ઈઝરાયલના સાઈબર એટેકના કારણે ઈરાનના નતાંજ પરમાણુ સંવર્ધન કેન્દ્રમાં આગ લાગી જોરદાર વિસ્ફોટ થયો હોવાનો અહેવાલ રજૂ થયો હતો. આ સંપૂર્ણ કેન્દ્ર જમીનની અંદર બનાવવામાં આવ્યું છે અને આ ઈઝરાયલી હુમલા બાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બે મહીના પાછો ઠેલાયો છે.

Show More

Related Articles

Back to top button