સુરત : કચરો વીણનાર યુવાને લીધી મોંધીદાટ બાઇક અને મોબાઇલ, પછી એવો ફસાયો કે જેલમાં પહોંચ્યો – Kranti Sandesh
ગુજરાત

સુરત : કચરો વીણનાર યુવાને લીધી મોંધીદાટ બાઇક અને મોબાઇલ, પછી એવો ફસાયો કે જેલમાં પહોંચ્યો

સુરતમાં સતત ગુનાખઓરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પોલીસે સુરતના પાંડેસરામાંથી એક યુવાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા યુવાને ચોરી કારેલાની કબૂલાત કરી છે કે, તેણે અન્ય શખ્સ સાથે મળીને ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એક કારખાનામાંથી સાડા આઠ લાખ રૂપિયાની રોકડ ચોરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં કચરો વિણતો યુવાન છેલ્લા કેટલાક દિવસથી મોંઘીદાટ બાઇક અઅને મોબાઇલ લઇને ફરતો હતો. આ યુવાન બેકાર હતો અને અચાનક મોંધી બાઇક અને મોંધો મોબાઇ લઇને ફરતો હોવાની પોલીસને વિગત મળી હતી. જેથી પોલીસે આ યુવાનની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. આ યુવાન કચરો વીણવાનું કામ કરતો હતો.

19 વર્ષનો સુનિલ ગલસિંહ બારિયા પાંડેસરામાં રહે છે. તેને રૂપિયાની જરૂર પડતા 30મી ઓગસ્ટે મિત્ર સાથે ભંગારની ચોર કરવા ગયો હતો. પરંતુ ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એક કારખાનામાં બારીની ગ્રીલ તોડીને અંદર ઘૂસ્યા હતા.

ત્યાં તેમને ભંગારને બદલે સાડા આઠ લાખની રોકડ મળી ગઇ હતી. જેની ચોરી કરીને તેઓ ફરાર થઇ ગયા હતા.જેમાંથી તેના ભાગે અઢી લાખ રૂપિયા આવ્યાં હતા.

આ ચોરીનાં અઢી લાખ રૂપિયામાંથી તેણે 90 હજારનું બાઇક અને 20 હજારનો મોબાઇલ ખરીદ્યો હતો. આ યુવાને પોલીસ પાસે આ અંગેની ફરિયાદ કરી હતી. જોકે, પોલીસે આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેના સાગરિતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Tags
Show More

Related Articles

Back to top button