કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ લથડી – Kranti Sandesh
Headlinesરાજનીતિ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ લથડી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ લથડી છે. ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી પર પ્લાઝમા થેરાપી કરવામાં આવી. પરંતુ પ્લાઝમા થેરાપીથી ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઇ સુધારો નથી થયો. ભરતસિંહ સોલંકી હાલ ઓક્સિજન સપોર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભરતસિંહ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા હતા. 21 જૂને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ઓક્સિજનના સહારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીને દવાઓ અસર કરી રહી નથી. આજે તેમની તબિયત વધુ લથડતાં વેન્ટિલેટર પર ખસેડાયા હતા. જેમને કોરોનાના ઇન્જેક્શન સહિત પ્લાઝમા થેરેપી પણ અપાઈ છે પણ શરીર સાથ આપી રહ્યું નથી.

તબિયત વધુ લથડતાં વેન્ટિલેટર પર ખસેડાયા

જો કે તે પહેલા ભરતસિંહ સોલંકીએ અન્ય ધારાસભ્યો સાથે અંબાજીમાં દર્શન કર્યા હતા.એ દરમ્યાન જ તેમનું ટેમ્પરેચર વધુ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ 21 જૂનના રોજ ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેમને શરૂઆતમાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

Show More

Related Articles

Back to top button