કૌભાંડ: વિમલ બનાવતી વિષ્ણુ અરોમા પાઉચિંગ કંપનીના કર્મચારીના કાળાકામ, રાજ્ય સાથે ગદ્દારી? – Kranti Sandesh
સ્પેશ્યલ

કૌભાંડ: વિમલ બનાવતી વિષ્ણુ અરોમા પાઉચિંગ કંપનીના કર્મચારીના કાળાકામ, રાજ્ય સાથે ગદ્દારી?

રૂપાણી સાહેબ તમારા રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરી રહેલા આવા કૌભાંડીઓ સામે તમે ક્યારે પગલા ભરશો?

વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં વિશ્વમાં લાખો લોકો બેરોજગાર થઈ રહ્યાં છે અને ધંધો-રોજગાર પડી ભાગી રહ્યાં છે. કોરોના મહામારીની આ નકારાત્મક અસરથી ભારત પણ બચી શક્યું નથી. ભારતની પોતાની ટેક્સની આવક પ્રતિદિવસ ઓછી થતી જઈ રહી છે, જેના કારણે ભારત સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને પોતાનું કામ ચલાવી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો દેશ સાથે ગદ્દારી સમાન કામ કરી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.

વાત એમ છે કે, ભારતની આવકમાં પાછલા દિવસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમાં કોરોનાની નકારાત્મક અસરો ઉપરાંત ટેક્સ ચોરી કરનારાઓએ સારો એવો ભાગ ભજવ્યો છે. આવો જ એક કેસ ગુજરાતના અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યા કોરોડો રૂપિયાના ટેક્સની ચોરી કરવામાં આવી રહી હોવાનો ખુલાસો એક લોકલ ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે.

મળી રહેલા અહેવાલ અનુસાર, વિમલ તમાકુંની પડીકીઓ બનાવનાર કંપની વિષ્ણુ અરોમાના કર્મચારી (સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, મામા કંપનીમાં મેનેજરના પદ પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.) દ્વારા કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે. આ મેનેજરનું નામ છે- મહાવીર ઉર્ફે મામા… આ વ્યક્તિએ ટેક્સ ચોરી કરવા માટે ચાંગોદર-સરખેજમાં મોટા-મોટા ગોડાઉનો રાખીને ત્યાંથી જ સીધે-સીધો બીલ વગર માલનો વેપાર કરી દેવામાં આવી રહ્યો છે.

જીએસટી વિભાગના અધિકારીઓથી બચવા માટે મામાએ ચાંગોદર અને સરખેજમાં મસમોટા ગોડાઉનો ભાડે રાખી મૂક્યા છે. જેથી જે પણ કાળાકામ એટલે કે, બે નંબરમાં તમાકુંની વહેંચણી કરવી હોય તે અહીંથી સરળતાથી કરી શકાય અને કંપનીમાં દરોડ પડે તો પણ કંઈ હાથ આવે નહીં. હવે અહીં એક પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે, શું મામા તમાકુની તમામ કાળાબજારી એકલા હાથે કરી રહ્યો છે કે, કંપનીના ડાયરેક્ટરની નજર હેઠળ કરી રહ્યો છે? જોકે, તેના કોઈ જ અહેવાલ મળી શક્યા નથી.

મામા જેવા લેભાગુઓના કારણે દેશ અને રાજ્યની તિજોરી ઉપર મોટો ફટકો પડી રહ્યો છે. જેના કારણે દેશભરના રાજ્યો પોતાની આવક વધારવા માટે લોકો ઉપર વધારાનો બોઝો નાખી રહ્યાં છે. રાજ્યો પોતાની આવક વધારવા માટે પેટ્રોલ-ડીઝલ ઉપરાંત અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં પ્રતિદિવસ વધારો કરવા માટે મજબૂર બન્યા છે. આવી પરિસ્થિતિમાં પણ મામા જેવા વ્યક્તિઓ ટેક્સ ચોરી કરીને દેશ સાથે રીતસરની ગદ્દારી કરી રહ્યાં છે.

કોરોનાથી લોકોના જીવ બચાવવા માટે સરકારે લોકડાઉન કર્યું તે દરમિયાન પણ મામાએ પૈસાની લ્હાયમાં સરકારની તમામ નિયમોને તાક ઉપર રાખીને રાજ્યભરમાં તમાકુનું ત્રણ ઘણા ભાવે વેચાણ કર્યાના અહેવાલ છે. તે દરમિયાન કોરોનાનો ફેલાવો તેમના દ્વારા થયો નહીં હોય તેવું કહી શકીએ નહીં.

Tags
Show More

Related Articles

Back to top button