કોરોના વચ્ચે રોહિત શેટ્ટીએ પોલીસ માટે મુંબઈમાં આઠ હોટલની વ્યવસ્થા કરી – Kranti Sandesh
મનોરંજન
Trending

કોરોના વચ્ચે રોહિત શેટ્ટીએ પોલીસ માટે મુંબઈમાં આઠ હોટલની વ્યવસ્થા કરી

Rohit Shetty opens his hotels for Mumbai police

કોરોના વાઇરસના કારણે હાલ 2,557,181 લોકોને ચેપ લાગ્યો છે. અને એમાંથી 177,641 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તો એક તરફ કોરોનાના સતત કેસો વધવા ને કારણે દુનિયાના ઘણા બધા દેશોએ લોકડાઉન કર્યું છે. ત્યારે ભારતમાં લોકડાઉન 3મે સુધી જારી રાખ્યું છે. હાલ ભારતમાં 20,080 કોરોના ના કેસો છે.

તો બીજી બાજુ આ મહામારી માં લોકો ઘણા મદદ કરી રહ્યા છે. જેમાં બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે આઠ હોટલની વ્યવસ્થા કરી છે. જેમાં અહીંયા પોલીસકર્મીઓ આરામ કરી શકશે અને તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્યારે આની પુષ્ટિ મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીનો આભાર માનતી એક ટ્વીટ કરી હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું, રોહિત શેટ્ટીએ મુંબઈની આઠ હોટલમાં ઓન ડ્યૂટી પોલીસકર્મીઓ માટે આરામ, શાવર-ચેન્જ કરવા માટે, બ્રેકફાસ્ટ તથા ડિનર માટેની વ્યવસ્થા કરી છે. અમે આ પ્રકારના સહયોગ માટે, કોરોના સામે લડવામાં તથા મુંબઈને સલામત રાખવા માટે મદદ કરવા બદલ રોહિતનો આભાર માનીએ છીએ.

Tags
Show More

Related Articles

Back to top button