રિલાયન્સ જીયોમાં એક જ દિવસમાં વધુ બે થયા કરાર, કુલ 1,03,894 કરોડ રૂપિયા મળ્યા – Kranti Sandesh
બિઝનેસ

રિલાયન્સ જીયોમાં એક જ દિવસમાં વધુ બે થયા કરાર, કુલ 1,03,894 કરોડ રૂપિયા મળ્યા

પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એલ કેટેરટોને 1894 કરોડ રૂપિયામાં રિલાયન્સ જીયોનાં ખરીદ્યા

દેશની ટોચની કંપનીએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ ગ્લોબલ ઓલ્ટરનેટિવ એસેટ ફર્મ ટીપીજીએ રિલાયન્સ જીયોનો 0.93 ટકા હિસ્સો 4546 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે વિશ્વની સૌથી મોટી ગ્રાહક કેન્દ્રિત પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એલ કેટેરટોને 1894 કરોડ રૂપિયામાં રિલાયન્સ જીયોનો 0.39 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સાથે જ છેલ્લા આઠ સપ્તાહમાં વેચવામાં આવેલા હિસ્સાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કુલ 1,03,894 કરોડ રૂપિયા મળ્યા છે.

પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એલ કેટેરટોને 1894 કરોડ રૂપિયામાં રિલાયન્સ જીયોનાં ખરીદ્યા

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટીપીજી અને એલ કેટેરટોન સાથે થયેલી સમજૂતી વખતે રિલાયન્સ જીયોનું ઇક્વિટી મૂલ્ય 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ રોકાણ સાથે જ ટીપીજી અને એલ કેટેરટોન રિલાયન્સ જીયોના અનુક્રમે 0.93 ટકા અને 0.39 ટકા હિસ્સાનો માલિક બની જશે.

એલ કેટેરટોને રિલાયન્સ જીયોમાં કુલ 1,03,894 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ

આ સાથે જ છેલ્લા આઠ સપ્તાહમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાડાલા,એડીઆઇએ, ટીપીજી અને એલ કેટેરટોને રિલાયન્સ જીયોમાં કુલ 1,03,894 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે ફેસબુકે 43,574 કરોડ રૂપિયામાં રિલાયન્સ જીયોનો 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

Show More

Related Articles

Back to top button