શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ – Kranti Sandesh
દેશ / વિદેશ
Trending

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ

ગત દિવસોમાં અયોધ્યામાં રામલલાના બે પુજારી કોરોના સંક્રમિત થયા હતા.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ આવ્યા છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તેમણે ઓક્સીજન લગાવવામાં આવ્યુ છે. નૃત્ય ગોપાલ દાસ મથૂરામાં છે. આગ્રાના સીએમઓ અને તમામ ડૉક્ટર્સ નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોચ્યા છે.

આ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલ દાસ, તેમના સમર્થક અને મથુરાના જિલ્લા અધિકારી સાથે વાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગીએ મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર નરેશ ત્રેહાન સાથે વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલ દાસને ગુરૂગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તૈયારી છે.

મહત્વપૂર્ણ છે કે નૃત્ય ગોપાલ દાસ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દરમિયાન મથુરા જાય છે. મથુરા યાત્રા દરમિયાન તેમનુ સ્વાસ્થ બગડી ગયુ હતુ અને તેમણે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગત દિવસોમાં અયોધ્યામાં રામલલાના બે પુજારી કોરોના સંક્રમિત થયા હતા. આ સિવાય કેટલાક પોલીસ કર્મી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના સંકટને જોતા રામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવામાં આવ્યુ હતું.

Tags
Show More

Related Articles

Back to top button