પીએમ મોદી 30 ઓક્ટોબરે સાંજે ગુજરાત આવશે, 31 ઓક્ટોબરે સી-પ્લેનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે એક્તા દિવસની ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત આવી રહ્યાં છે. જો કે 30મી ઓક્ટબરની સાંજે ગુજરાત આવી જશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ 30મી રાતે હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્યમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતદાન થશે. જો કે 30-31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તેની અસર પેટાચૂંટણી પર પણ જોવા મળી શકે છે.
રાજ્યમાં પેટાચૂંટણીના મતદાનમાં પીએમ મોદીના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળે અને ભાજપને 8 બેઠકો પર ફાયદો જોવા મળે તેમ લાગી રહ્યું છે. જો કે પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર પટેલ જયંતી ઉજવશે. રાજ્યમાં પીએમ મોદીના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.