PM મોદીએ કરી જાહેરાત, આયકર દાતાઓને મળ્યા 3 મોટા અધિકાર – Kranti Sandesh
દેશ / વિદેશ
Trending

PM મોદીએ કરી જાહેરાત, આયકર દાતાઓને મળ્યા 3 મોટા અધિકાર

પીએમ મોદીએ કહ્યુ કે તેમાંથી કેટલીક સુવિધા અત્યારથી લાગુ થઇ ગઇ છે જ્યારે પુરી સુવિધા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ઇમાનદાર ટેક્સપેયર્સને પ્રોત્સાહન અને કર પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી છે. આ પ્લેટફોર્મનું નામ ‘ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશન: ઓનરિંગ ધ ઓનેસ્ટ’ આપવામાં આવ્યુ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.

પીએમ મોદીએ કહ્યુ કે હવે ઓળખાણની તક ખતમ થઇ ગઇ છે. ટ્રાન્સફર પોસ્ટિંગ મામલે રાહત મળશે. બીજી તરફ ટેક્સ સાથે જોડાયેલા કેસની તપાસ અને અપીલ બન્ને ફેસલેસ હશે. હવે આયકર વિભાગે ટેક્સપેયરનું સમ્માન રાખવુ જરૂરી હશે. પીએમ મોદીએ કહ્યુ કે ટેક્સપેયર્સના યોગદાનથી જ દેશ ચાલે છે અને તેને આગળ વધવાની તક મળે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે 2012-13માં જેટલા ટેક્સ રિટર્સ થતા હતા અને તેમની સ્ક્રૂટની થતી હતી આજે તે ઘણી ઓછી છે, કારણ કે અમે ટેક્સપેયર્સ પર વિશ્વાસ કર્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે તેમાંથી કેટલીક સુવિધા અત્યારથી લાગુ થઇ ગઇ છે જ્યારે પુરી સુવિધા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે છેલ્લા કેટલાક સમયમાં અમે આ મામલે ફોકસ કર્યો છે. આ નવી યાત્રાની શરૂઆત છે. હવે ઇમાનદારનું સમ્માન થશે. એક ઇમાનદાર ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા નીભાવે છે. આજથી શરૂ થઇ રહેલી નવી વ્યવસ્થા, નવી સુવિધાઓ, મિનિમમ ગવર્મેન્ટ-મેક્સિમમ ગવર્નેન્સને આગળ વધારે છે. પીએમ મોદીએ કહ્યુ કે તેનાથી સરકારની દખલ ઓછી થશે.

Tags
Show More

Related Articles

Back to top button