પેટ્રોલ – ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર નહીં, જાણો આપના શહેરના આજના Rates – Kranti Sandesh
ગુજરાત

પેટ્રોલ – ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર નહીં, જાણો આપના શહેરના આજના Rates

નવી દિલ્હીઃ રવિવારે પણ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. એટલે કે આજે પણ જનતાને મોંઘા પેટ્રોલ અને ડીઝલથી રાહત મળી છે. નોંધનીય છે કે છેલ્લા 23 દિવસથી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. પેટ્રોલની કિંમતમાં છેલ્લી વાર 22 સપ્ટેમ્બરે 7થી 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો એક લીટર પેટ્રોલ અને ડીઝલનો ભાવ…

દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

Tags
Show More

Related Articles

Back to top button