ગઢડામાં પટેલ vs પાટીલઃ ‘એ ભાઈએ ચાર ધામની યાત્રા કરી લીધી છે’, ‘કોંગ્રેસના સોદાબાદ… કરોડો રૂપિયનો ભ્રષ્ટાચાર કર્યો’ – Kranti Sandesh
ગુજરાત

ગઢડામાં પટેલ vs પાટીલઃ ‘એ ભાઈએ ચાર ધામની યાત્રા કરી લીધી છે’, ‘કોંગ્રેસના સોદાબાદ… કરોડો રૂપિયનો ભ્રષ્ટાચાર કર્યો’

પ્રકાશ સોલંકી, બોટાદઃ અત્યારે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે કોંગ્રસેના નેતાઓ અને ભાજપના નેતાઓ ગઢડા પંથકમાં હતા. જ્યાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે એકબીજા ઉપર નિશાન સાધ્યં હતું.

હાર્દિક પટેલે જણાવેલ કે એ ભાઈએ ચાર ધામની યાત્રા કરી લીધી છે. પહેલા અપક્ષ લડ્યો પછી એન.સી.લડ્યો અને 2019માં ભાજપમાં જતા રહેલા અને આજે સી.આર ભાઈ આવ્યાં હોઈ એટલે કઈ વાતો કરી હશે એટલે જતો રહ્યા હશે. બજી તરફ આજે સી.આર.પાટીલે કહ્યું કે હાર્દિક પટેલે 2017માં કોંગ્રેસના સોદાબાજ કહી કરોડો રૂપિયનો ભ્રષ્ટાચાર કર્યો છે. જો મારા પર આક્ષેપ કરે તો પુરાવા સાથે રજૂ કરવાનું આપ્યું હતું.

ગઢડાના માડવધાર ગામે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની સભા યોજાઈ હતી.ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને જીતાડવા માટે દિગગજ નેતાઓ ગઢડા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.ત્યારે આજે માડવધાર ગામે રાત્રીના કોંગ્રેસની ભવ્યસભાનું આયોજન કર્યું હતું.જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ધારાસભ્ય વીરજી ઠુમમર, ઉમેદવાર મોહન ભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.જ્યાં સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમમરે તેના તેજાબી વક્તવ્યમાં ભાજપને આડેહાથ લીધી હતી.

જ્યારે હાર્દિક પટેલે જણાવેલ કે આજે સભામાં આજુબાજુના ગામના લોકો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજય બનાવા માટે જનતાએ સંકલ્પ લીધો છે. અહિંયા પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈ અમે ફરી રહ્યા છીએ .એક એક ગામની વિગત લઈ અમે ત્યાં જઈ રહી છીએ અમે નેતા બની નહિ સેવક બનીને કામ કરીશું.આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

પાસના દિલીપ સાબવાના નિવદેન આપેલા કે 2017માં ટિકિટ સમયે ખૂબ મોટો ભષ્ટાચાર કરેલો હોઈ જેને લઈ હાર્દિક પટેલે જણાવેલ કે એ ભાઈએ ચાર ધામની યાત્રા કરી લીધી છે. પહેલા અપક્ષ લડ્યો પછી એન.સી.લડ્યો અને 2019 માં ભાજપમાં જતો રહેલ અને આજે સી.આર ભાઈ આવ્યાં હોઈ એટલે કઈ વાતો કરી હશે એટલે જતો રહ્યા હશે.

ગઢડા વિધાનસભા 106 બેઠક ના ઉમેદવાર આત્મારામ પરમાર ને જીતાડવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરો સાથે ગઢડા માં બેઠક કરી હતી. ગઢડા વિધાનસભા 106 બેઠક પર દિવસે ને દિવસે રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ ના નેતા ઓ મતદારો અને આગેવાનો સાથે જાહેરસભા અને ગ્રુપ મિટિંગો કરી પોતાના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરી રહ્યા છે.

આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગઢડાના પ્રવાસે આવેલા અને પ્રજાપતિ સમાજની વાડીનું ખાત મુહરત કરેલ અને ત્યારબાદ 106 વિધાનસભા સીટના કાર્યકરો સાથે બેઠક કરી આગામી દિવસોની રણનીતિની ચર્ચા કરી. જેમાં મોટી સંખ્યા માં કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમ માં કુંવરજીભાઈ બાવળિયા,ગોરધન ઝડફિયા,વિભાવરીબેન દવે રહ્યા હાજર.આ બેઠક પર આત્મારામ પરમાર જીતે અને સૌરભ પટેલ નું મંત્રી પદ પડતું મુકાય તેવી વાત નું કોઈ ભ્રમ ફેલાવે નહીં સૌરભ પટેલ મંત્રી છે અને રહેશે તેવું આપ્યું નિવેદન.

આજે ગઢડા કોંગ્રેસ ના ઉમેદવાર મોહનભાઈ સોલંકીના સમર્થનમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી અને કામલમમાં કરોડ રૂપિયાના કઈ બ્રાન્ડના દારૂ પીવડાવ્યા કે 8-8 ધારાસભ્ય એ જનતાના પીઠમાં ખન્જર ભોકવાનું કામ કર્યું તે બાબતે સી.આર.પાટીલને પૂછતાં પ્રથમ સી.એમ.ને પૂછી લેજો તેવા નિવેદન બાદ કોંગેસ હારે છે એટલે હવાતિયાં મારે છે તેવું નિવેદન આપેલું.

આજે સી.આર.પાટીલની હાજરીમાં પાસના પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી દિલીપ સાબવા અને કોંગ્રેસના નાનુભાઈ ડાખરા ભાજપમાં જોડાયા. અને ભાજપમાં ઘર વાપસી કરી છે. અને હાર્દિક પટેલે 2017માં કોંગ્રેસના સોદાબાજ કહી કરોડો રૂપિયનો ભ્રષ્ટાચાર કર્યો છે. જો મારા પર આક્ષેપ કરે તો પુરાવા સાથે રજૂ કરવાનું આપ્યું હતું.

Tags
Show More

Related Articles

Back to top button