સરખેજ પોલીસની કામગીરી- ‘ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે’ તેવી – Kranti Sandesh
ગુજરાત

સરખેજ પોલીસની કામગીરી- ‘ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે’ તેવી

સરખેજ પોલીસ લોકોનું રક્ષણ નહીં પરંતુ તેમનું ભક્ષણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

તુંવર મુજાહિદ, અમદાવાદ: કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં અનલોક-2નો પિરિયડ શરૂ થઈ ગયો છે. અનલોક-1 કરતા અનલોક-2માં થોડી વધારે રાહત આપવામાં આવી છે. જે મુજબ હવે ગુજરાતમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટનો 9 વાગ્યા સુધી ચાલુ રાખવાનો ઓર્ડર આપ્યો છે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને રાજ્ય સરકારે વેપાર, ધંધા ખુલા રાખવાના સમયમાં એક કલાકનો વધારો પણ કર્યો છે. સ્વભાવિક છે કે, સરકારે અનલોક-2માં નોંધપાત્ર છૂટછાટ ઈકોનોમીને બચાવવા માટે આપી છે. જોકે, સરકારે કેટલાક નિયમો સાથે આ બધી છૂટછાટ આપી હોવાથી દેશની પોલીસ ગાઈડલાઈનને ફોલો કરાવવા માટે રાતદિવસ એક કરી રહી છે. જોકે, આ વચ્ચે અમદાવાદના સરખેજની પોલીસ કંઈક અલગ જ કામ કરી રહી હોય તેવા અહેવાલ મળી રહ્યાં છે.

સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પી.પી ગઢવી કે, જેઓ કોરોનાકાળમાં સરકારના નિયમોને ફોલો કરાવવા માટે ગાડી લઈને પેટ્રોલિંગમાં નિકલે છે, તેમના માટે એક કહેવત ચરિતાર્થ થઈ રહી છે. તે કહેવત છે, “ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે.” જી.. હાં, પી.પી ગઢવી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ના પહેરેલા લોકોને દંડિત કરે છે. જોકે, તેઓ પેટ્રોલિંગ કરવા માટે જે ગાડી લઈને જાય છે, તેમાં તેઓ પોતે પાંચ-છ કર્મચારીઓને લઈને નિકળી પડે છે, તો અહીં પોતે જ સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા ઉડાવી નાખે છે. તો બીજી તરફ સામાન્ય લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ ના રાખવાને લઈને ખાખીના જોરે દંડ ફટકારતા ફરે છે.

નામના જણાવવાની શરતે એક દુકાનદારે ક્રાંતિ સંદેશને જણાવ્યું કે, પોલીસની ગાડી સવાર-સાંજ પેટ્રોલિંગમાં આવે છે. જે ગાડીમાં પાંચથી વધારે પણ પોલીસ કર્મચારીઓ બેસેલા હોય છે, તો તેમાંથી કેટલાક કર્મચારીઓના મોઢે માસ્કની જગ્યાએ રૂમાલ બાંધેલો હોય છે. જો કે, તેઓ ગાડીમાં બેસેલા હોય છે, ત્યારે તો રૂમાલ પણ બાંધેલો હોતો નથી.

બુદ્ધિનું પ્રદર્શન કરતાં સરખેજ પોલીસ સ્ટેશનની આ ટોળકી એક ન્યૂઝ વેબસાઈટની ઓફિસમાં જઈ ધમકી… ઓફિસની અંદર ચાર કર્મચારી સામાજિક અંતરે બેસ્યા હતા, જેથી તેમને માસ્ક પહેર્યો ના હોય તે સ્વભાવિક છે, કારણ કે આઠ કલાક સુધી ઓફિસમાં બેસીને માસ્ક પહેરેલો રાખવો નુકશાનકારક બની શકે છે. સામાન્ય રીતે આઠ કલાક સુધી કોઈ વ્યક્તિ માસ્ક પહેરોલો રાખી પણ ના શકે તે સનાતન સત્ય છે. જોકે, તે છતાં પણ ખાખીના દમ ઉપર ન્યૂઝની વેબસાઈટને પણ તેમને 200 રૂપિયાનો દંડ ફટકારી દીધો. ન્યૂઝ વેબસાઈટના માલિકે ખાખીની ઈજ્જત રાખીને કંઈ જ બોલ્યા-ચાલ્યા વગર બસ્સો રૂપિયા કાઢીને આપી દીધા.

એક દુકાનદાર પોતાની દુકાનમાં એકલો બેઠો-બેઠો મચ્છર મારી રહ્યો હતો. હા… અનલોક-ટૂ ચોક્કસ ચાલી રહ્યું છે પરંતુ જોઈએ તેવા કામ-ધંધા ચાલી રહ્યાં નથી. હવે એકલો વ્યક્તિ બેસેલો હોય તો સ્વભાવિક રીતે માસ્ક મોઢાથી થોડો નીચે રાખીને જ બેસે. પરંતુ પી.પી ગઢવીએ તો તેને પણ ના છોડ્યો. દુકાનદારે આંખોમાં આસુ સાથે ક્રાંતિ સંદેશને જણાવ્યું કે, આ વિકટ પરિસ્થિતમાં દિવસભર બેસીએ છીએ ત્યારે પાંચસો રૂપિયાનો માંડ વકરો થાય છે, તેમાંય આવા સમયે પોલીસ ખોટી રીતે પૈસા પડાવી જતી હોય છે. દુકાનદારે જણાવ્યું કે, હું માસ્ક મોઢા પર લગાવેલો જ રાખું છું, જ્યારે કોઈ ગ્રાહક આવતો દેખું તો તરત જ તેને પહેરી લઉ છું. પરંતુ આખા દિવસમાં માંડ ગણ્યા ગાઠ્યા ગ્રાહક આવે છે, તેથી માસ્કને મોઢાથી થોડો નીચે ઉતારીને રાખું છું.

જ્યારે સામાન્ય વ્યક્તિઓ જીવન પ્રસાર કરવા માટે વલખા મારી રહ્યાં છે, ત્યારે પી.પી ગઢવી જેવા પોલીસ અધિકારીઓ આખા રાજ્યની પોલીસનું નામ ખરાબ કરવા જેવા કામ કરી રહ્યાં છે. ગરીબોને ખોટી રીતે દંડિત કરીને તેમને હેરાન કરવાના કારણે સરખેજ વિસ્તારમાં પોલીસની કામગીરીને લઈને રોષ ઉભો થઈ રહ્યો છે.

અહીં, નોંધવા જેવી વાત તે છે કે, પી.પી ગઢવી બીજાઓને તો દંડ આપે છે પરંતુ તેઓ પોતે સરકારની ગાઈડલાઈનના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યાં છે. કારણ કે, તેઓ પોતે માસ્કની જગ્યાએ રૂમાલનો ઉપયોગ કરે છે તો બીજી તરફ એક ગાડીમાં પાંચ-છ કર્મચારીઓને લઈને ફરે છે. તેવામાં તેઓ જે નિયમોને લઈને બીજાઓને દંડ ફટકારે છે, તે જ બે નિયમો પોતે ફોલો કરી રહ્યાં નથી.

પી.પી ગઢવીએ ધાર્યું હોત તો આ ગરીબ દુકાનદારોને ચેતવણી આપીને છોડ્યા હોત પરંતુ સત્તાના પાવરના ઘમંડ-ગુરૂર અને નશાએ કદાચ તેમને આવું કરવાથી રોકી દીધા હોઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, સુરત શહેરના પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટે લોકડાઉનમાં ધંધા-રોજગાર પડી ભાગ્યા હોવાના કારણે 21 દિવસ સુધી દંડ ના વસૂલવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની ગલીઓ અને મહોલ્લાઓમાં ફરી-ફરીને દંડ વસૂલી આવે છે.

નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી

Tags
Show More

Related Articles

Back to top button