સગર્ભા મહિલાઓને પણ સરકારના વિવિધ વિભાગોની નોકરીમાં હાજર થવા આદેશ – Kranti Sandesh
Headlinesગુજરાત

સગર્ભા મહિલાઓને પણ સરકારના વિવિધ વિભાગોની નોકરીમાં હાજર થવા આદેશ

સરકાર દ્વારા આ અંગેનો કોઈ પરિપત્ર બહાર પડાયો નથી કે સ્પષ્ટતા કરાઈ નથી.

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવલેણ કોરોના વાયરસની મહામારી વકરી રહી છે. તેવી પરિસ્થિતિ વચ્ચે સગર્ભા મહિલાઓને પણ સરકારના વિવિધ વિભાગોની નોકરીમાં હાજર થવા ફરજ પડતા કચવાટ પેદા થયો છે. એક તરફ કેન્દ્ર સરકાર સગર્ભા મહિલાઓ, દર્દીઓ, વૃદ્ધોને બહાર ન નિકળવાની સલાહ આપી રહી છે, બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આવું વલણ શા માટે? તેવો સવાલ ઉઠયો છે. કોરોનાના કારણે લોકડાઉન બાદ અનલોક-રનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં લગભગ સરકારી અને ખાનગી ક્ષેત્રોની કામગીરી યથાવત થઈ ગઈ છે. જો કે ગુજરાતમાં હાલ એકમાત્ર અમદાવાદને બાદ કરતા સૌરાષ્ટ્ર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યા છે.

એકમાત્ર અમદાવાદને બાદ કરતા સૌરાષ્ટ્ર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યા

ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને વૃદ્ધો, દર્દીઓ અને સગર્ભા મહિલાઓને બહાર નિકળવું હિતાવહ નથી, આ બાબત ખુદ આરોગ્ય વિભાગ સ્વિકારે છે. સામાપક્ષે શિક્ષિકા, મહેસુલી અને પંચાયત તલાટી, પોલીસ, આરોગ્ય, પાલિકાઓ અને પંચાયતો વગેરે કચેરીઓમાં કામ કરતી સગર્ભા મહિલાઓને નોકરીમાં હાજર થવાની ફરજ પડી છે.

સગર્ભા મહિલાઓને નોકરીમાં હાજર થવાની ફરજ પડી

સરકાર દ્વારા આ અંગેનો કોઈ પરિપત્ર બહાર પડાયો નથી કે સ્પષ્ટતા કરાઈ નથી. માટે ઉપરી અધિકારીઓ પરિસ્થિતિની ગંભીરતા જાણતા હોવાછતાં સગર્ભા મહિલાઓને રજા આપી શકતા નથી. ખાસ કરીને બહાર ગામ અપડાઉન કરતી કે લોકોના સીધા જ સંપર્ક ધરાવતી જગ્યાઓમાં કામ કરતી સગર્ભા મહિલાઓની હાલત કફોડી બની છે. ગુજરાત પ્રા.શિક્ષક સંઘના પૂર્વમંત્રી જે.બી.શીલુએ સગર્ભા મહિલાઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરી છે.

Show More

Related Articles

Back to top button