માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરનું નવું ફીચર! હવે બોલીને ટ્વીટ કરી શકશો – Kranti Sandesh
ઓટો-ટેક

માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરનું નવું ફીચર! હવે બોલીને ટ્વીટ કરી શકશો

આ સુવિધા હાલમાં આઇઓએસ માટે ઉપલબ્ધ રહેશે. કંપનીએ કહ્યું છે કે, શરૂઆતમાં તે મર્યાદિત વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.

કોરોના કહેર વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે તેની ટ્વિટ કરવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે. માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે વોઇસ ટ્વિટ (Voice Tweet) રજૂ કર્યું છે. આ સુવિધા હાલમાં આઇઓએસ માટે ઉપલબ્ધ રહેશે. કંપનીએ કહ્યું છે કે, શરૂઆતમાં તે મર્યાદિત વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.

ટ્વીટરનું કહેવું છે કે ઘણીવાર 280 કેરેક્ટર્સ પુરતા નથી હોતો તેથી કંપનીએ આ ફીચર વડે ટ્વીટર યૂઝને વધારે હ્યુમન ટચ આપવા ઈચ્છે છે. એટલા માટે યૂઝર્સ પોતાની વોયસમાં ટ્વીટ રેકોર્ડ કરી શકે છે. આ ઉપરાંત, વોઇસ ટ્વિટનો ઉપયોગ કરવાની રીત તમે ટેક્સ્ટને ટ્વીટ કરો છો તે જ છે. વોઇસ ટ્વીટ માટે તમારે ટ્વિટ કમ્પોઝર ખોલવું પડશે અને અહીં તમને એક નવું તરંગલંબાઇનું ચિહ્ન દેખાશે.

આ દરમિયાન તમને સેન્ટરમાં પ્રોફાઈલ ફોટો દેખાશે અને રેકોર્ડ બટન દેખાશે. ટેપ કરવાથી તમે વોઈસ ટ્વીટ સેન્ટ કરી શકો છો. વોઈસ ટ્વીટ થ્રેડમાં કન્વર્ટ થઈ જશે. આ ટ્વીટમાં 140 સેકન્ડનો ઓડિયો રેકોર્ડ કરી શકાશે. જો તમારે વધારે બોલવાનું હોય તો બીજી ટ્વીટ કરી શકો છો અને થ્રેડ બનાવી શકો છો. વોઈસ ટ્વીટ સાંભળવા માટે ઈમેજ પર ટૈપ કરવાનું રહેશે. ટ્વીટરનું કહેવું છે કે વોઈસ ટ્વીટ ફીચર ટુંક સમયમાં બધા જ આઈઓએસ યૂઝર્સ માટે એક્ટિવ થઈ જશે.

Show More

Related Articles

Back to top button