નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી – Kranti Sandesh
Headlines

નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી

ભારત અને નેપાળની સીમા પર ચાલી રહેલો વિવાદ હજી પણ યથાવત છે. નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી છે. નેપાળની નદીઓમાં આવતા પૂરના કારણે બિહારના પૂર્વી ચંપારણ્ય જિલ્લામાં દર વર્ષે તબાહી સર્જાતી હોય છે. જેને રોકવા માટે સરકારે બંધનું નિર્માણ શરુ કર્યું છે. જેને નેપાળે પોતાની જમીન બતાવીને બાંધકામ રોકાવી દીધું છે.

ભારતના સશસ્ત્ર સીમા બળના જવાનો સાથે મારપીટ કરી

નેપાળના સુરક્ષા દળોના જવાનોએ તેમજ નજીકના ગામના લોકોએ ભારતના સશસ્ત્ર સીમા બળના જવાનો સાથે મારપીટ કરી હોવાના પણ અહેવાલો છે. 30 મેથી બંધનું કામ રોકાઈ ચુક્યું હોવાથી સરકારની સૂચના પ્રમાણે ભારત અને નેપાળની એક ટીમે વિવાદીત જગ્યાનો સર્વે કર્યો છે.

નેપાળના પહાડી વિસ્તારોમાં થઈને બિહારમાંથી પસાર થાય છે

જે નદી પર આ બંધ બંધાઈ રહ્યો છે તે નેપાળના પહાડી વિસ્તારોમાં થઈને બિહારમાંથી પસાર થાય છે. 2017માં તેમાં વિનાશક પૂર આવ્યા બાદ અહીંયા બનાવાયેલા ડેમને ઉંચો કરવાનુ કામ શરુ કરવામાં આવ્યું છે. જોકે નેપાળે હવે આડાઈ કરીને ડેમના કેટલાક હિસ્સાનું કામ રોકી દીધું છે.

Show More

Related Articles

Back to top button