રાજકોટ/ 500 રૂપિયાની માંગણીમાં પાંચથી વધુ શખ્સો યુવાન પર ધોકા-તલવારથી હૂમલો,પોલીસ ફરિયાદ – Kranti Sandesh
ક્રાઇમગુજરાત

રાજકોટ/ 500 રૂપિયાની માંગણીમાં પાંચથી વધુ શખ્સો યુવાન પર ધોકા-તલવારથી હૂમલો,પોલીસ ફરિયાદ

રાજકોટ: સહકાર મેઇન રોડ પર પીપળીયા હોલ પાસે એક યુવાનને પૈસાની લેતી-દેતી મામલે બોલાવી પાંચેક શખ્સોએ સરાજાહેર ધોકા વડે ફટકારતાં નાસભાગ મચી ગઇ હતી. જો કે ત્યાં માણસો ભેગા થઇ જતાં આરોપીઓ ધમકી આપી ફરાર થયા હતાં. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી આદરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

મળતી માહિતી અનુસાર સહકાર મેઇન રોડ ખોડીયારનગર સોસાયટી શેરી નં.4માં રહેતા ઉદયભાઇ દિલીપભાઇ ચાવડા (ઉ.વ.18) નામના યુવાને પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા મામાની ટી સ્ટોલ પર હતો ત્યારે આકાશ બવ તથા તેના મિત્રો બાવકો ધ્રાંગીયા બાઇક લઇને આવ્યા હતાં અને રૂા.500ની માંગણી કરતા પૈસા આપવાની ના પાડતા તેણે ગાળો આપી હતી.

ત્યારબાદ થોડીવારમાં રીક્ષામાં આકાશ અને તેનો ભાઇ મચ્છો ઉર્ફે ટીટો બવ અને એમનો ભાઇ અજય બવ, બાવકો ધ્રાંગીયા આવ્યા હતા ત્યાંથી આકાશે ધોકો મારતાં હું ભાગીને અમરનાથ હોલ પાસે પહોંચ્યો અને મિત્રને ફોન કરતા ધર્મેશ રાજાણી ત્યાં આવી પહોંચ્યો હતો.

Show More

Related Articles

Back to top button