કાજલ દીકરીની આ વાતથી થાય છે દુ:ખી ? – Kranti Sandesh
મનોરંજન

કાજલ દીકરીની આ વાતથી થાય છે દુ:ખી ?

કાજોલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી શાનદાર અભિનેત્રીઓ પૈકીની એક છે. હાલમાં જ તેની શોર્ટ ફિલ્મ દેવી રિલિઝ થઈ છે જેને અત્યાર સુધી એક મીલીયનથી વધુ લોકો જોઈ ચૂકયા છે. આ ફિલ્મમાં મહિલાઓની વ્યકિતગત જિંદગી અને તેમાં આવનારી મુશ્કેલીઓને બતાવવામાં આવી છે.

ફિલ્મમાં એક મહિલા બીજી મહિલાને સમજે છે અને તેનો સાથ આપવા માટે ઉભી રહી છે. ફિલ્મ બળાત્કાર પર આધારિત છે જેમાં સોસાયટીમાં એક મહિલા બીજી મહિલાનો સાથ આપવા માટે ઉભી હોય છે. દેવીના પ્રમોશન દરમિયાન કાજોલે પુત્રી વિશે વાતચીત કરી હતી. કાજોલે કહ્યું કે યારે મારી પુત્રી ન્યાસાની લોકો ટીકા કરે છે ત્યારે હું પરેશાન અને દુ:ખી થઈ જાઉં છું. એક વાલી તરીકે આપણે આપણા બાળકોની સુરક્ષા કરીએ છીએ ત્યારે સોશ્યલ મીડિયા પર ન્યાસા ટ્રોલ થાય ત્યારે મને ગમતું નથી. સાચું કહું તો સારી વાત છે કે ન્યાસા અત્યારે અહીં નથી. તેને આ વાતો વિશે કશી ખબર નથી. ન્યાસા યારે ટ્રોલ થઈ ત્યારે તે સિંગાપુરમાં હતી પરંતુ સોશ્યલ મીડિયા તો સોશ્યલ મીડિયા જ હોય છે. આ બધી જગ્યાએ ફેલાયેલું છે.

Show More

Related Articles

Back to top button