એક એન્ડ્રોઇડ વાયરસ જે તમારા બેંક એકાઉન્ટ ને કરી નાખશે ખાલી, રહેજો સાવધાન
આ મેલવેયર યૂઝર્સની બેન્કિંગ માહિતી અને ખાનગી જાણકારીઓની ચોરી કરવામાં સક્ષમ છે.

ખતરનાક અને પાવરફૂલ એક જૂની એડ્રોઈડ મેલવેયર (android malware) ત્રણ વર્ષ બાદ ફરીથી પરત આવી ગઈ છે. આ મેલવેયર યૂઝર્સની બેન્કિંગ માહિતી અને ખાનગી જાણકારીઓની ચોરી કરવામાં સક્ષમ છે. ફેકસ્કાઈ નાની મેલવેયર ઓક્ટોબર 2017માં સ્પોટ કરવામાં આવી હતી, જ્યારે તેણે જાપાન અને સાઉથ કોરિયાના લોકોને પોતાના નિશાન બનાવ્યા હતા, પરંતુ હવે Cybereason Nocturnusના રિસર્ચર્સે જોયુ છે કે, ફેકસ્કાઈ દુનિયાભરના યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યુ છે. આ મેલવેયર ચીન, તાઈવાન, ફ્રાંસ, સ્વીત્ઝરલેન્ડ, જર્મની, યૂનાઈટેડ કિંગડમ, યૂનાઈટેડ સ્ટેટસ અને બાકીના દેશમાં અટેક કરી રહ્યુ છે.
ફિશિંગ એટક થકી યૂઝર્સને નિશાન બનાવી રહ્યા છે
આ વખતે મેલવેયર યૂઝર્સને ડાક સેવા એપના રૂપમાં મેસેજ મોકલી બેવકૂફ બનાવી રહ્યા છે. ખરેખર તો આ વખતે પણ મેલવેયરની નજર યૂઝર્સના બેન્ક એકાઉન્ટ પર છે. રિપોર્ટ પ્રમાણે આ મેલવેયર Smishing અથવા SMS- ફિશિંગ એટક થકી યૂઝર્સને નિશાન બનાવી રહ્યા છે. આ યૂઝર્સને એક SMS મોકલે છે જે તેમને એક એપ ડાઉનલોડ કરવા માટે કહે છે.
આ રીતે ખાલી કરી દે છે એકાઉન્ટ
એક વખત આ વાયરસવાળી એપ્લીકેશનને ઓપન કરતાની સાથે જ યૂઝર પાસેથી બે પરમિશન માગે છે. પ્રથમ પરમિશનની મદદથી આ ડિવાઈસ પર આવતા મેસેજ વાંચી શકે છે અને બીજી મદદથી ડિવાઈસ લોક થવા પર બેકગ્રાઉંડમાં કાર કરતા રહે છે. એક વખત પરમિશન મળ્યા બાદ તે તમારી જરૂરી જાણકારીઓ, જેવી કે તમારો ફોન નંબર, ડિવાઈસ મોડલ, OS વર્ઝન, ટેલોકોમ પ્રોવાઈડર, બેન્કિંગ ડિટેલ, IMEI નંબર અને IMSI નંબર ચોરી લેતા હોય છે. રિસર્ચર્સનુ માનવુ છે કે, તેની પાછળ એક ચાઈનીઝ ગ્રુપ Roming Mantis કામ કરી રહ્યુ છે.
FakeSpy મેલવેયરની પાછળ ચાઈનીઝ સ્પીકિંગ ગ્રુપ
સંશોધનકર્તાનુ કહેવુ છે કે, અમારા વિશ્લેષણથી જાણવા મળે છે કે, FakeSpy મેલવેયરની પાછળ ચાઈનીઝ સ્પીકિંગ ગ્રુપ છે. જે સામાન્ય રીતે રોમિંગ મેંટિ,ના રૂપમાં જાણવામાં આવે છે. આ એક એવુ ગ્રુપ છે જે ભઊતકાળમાં આ પ્રકારાના કેંપેન શરૂ કરવા માટે જાણીતુ છે.