j&K: ત્રાલમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને માર્યા ઠાર – Kranti Sandesh
દેશ / વિદેશસ્પેશ્યલ

j&K: ત્રાલમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને માર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળ દ્વારા કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં 2 આંતકીઓ માર્યા ગયા છે. હકીકતમાં ત્રાલ ખાતે 2-3 આંતકીઓ છુપાયેલા હોવાના રવિવારના રોજ વહેલી સવારે સમાચાર મળતાં જ સુરક્ષા બળ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં એક DSPની કારથી ખૂંખાર આતંકવાદીઓને પકડાઇ જવાના એક દિવસ બાદ એટલે કે રવિવાર સવારે ત્રાલમાં આતંકવાદી છુપાયેલા હોવાની ખબર મળી હતી.

એક પોલિસ અધિકારીએ કહ્યું કે, સુરક્ષા દળને રવિવારે સવારે જ દક્ષિણ કાશ્મીર જિલ્લામાં ત્રાલના ગુલશનપોરા ભાગમાં આતંકિયોની તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે, સેના તપાસ કરી રહી હતી. ત્યારે આતંકવાદીઓ તેમની પર ગોળીબાર કરી રહ્યાં હતા. જેમાં એન્કાઉન્ટર થવાનું શરુ થયું. જે હજી યથાવત છે.

શનિવારના પોલિસે દક્ષિણ કાશ્મીરમાં બે આતંકીવાદઓની ધરપકડ કરે છે. તેમાં એક ટોપ હિઝબુલ આતંકવાદી નાવેજ બાબુ છે, તે શોપિયાંમાં ટ્રક ચાલકની હત્યામાં સામેલ છે. તેની સાથે સુરક્ષા દળ પર હુમલો કરવા માટે જવાબદાર છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કાશ્મીરમાં અત્યારે આતંકીયોએ પોતાની રાજનીતિ બદલી છે. બેથી ત્રણ આતંકીયોના ગ્રુપ એક સાથે આજકાલ મૂવમેન્ટ કરે છે, જ્યારે આ પહેલા 6થી 7 લોકોનું ગ્રુપ એક સાથે મૂવમેન્ટ કરે છે.

Tags
Show More

Related Articles

Back to top button