ગુજરાત સરકારની પરીક્ષાઓને લઈને સ્પષ્ટ નીતિ જ ન હોવાનું ધ્યાને આવ્યુ – Kranti Sandesh
ગુજરાતશિક્ષણ

ગુજરાત સરકારની પરીક્ષાઓને લઈને સ્પષ્ટ નીતિ જ ન હોવાનું ધ્યાને આવ્યુ

ગુજરાત સરકારની પરીક્ષાઓને લઈને સ્પષ્ટ નીતિ જ ન હોવાનું ધ્યાને આવ્યુ છે.સરકાર એક બાજુ યુનિ.ઓની પરીક્ષાઓ મોકુફ કરાવે છે અને બીજી બાજુ ટ્રીપલ સી પરીક્ષા લેવાની મંજૂરી આપે છે. આવતીકાલથી ટ્રીપલ સી પરીક્ષા લેવા મંજૂરી અપાઈ છે ત્યારે જો ટ્રીપલ સી પરીક્ષા લેવાય તો યુનિ.ની પરીક્ષા લેવા કેમ મંજૂરી ન અપાય?

ટ્રીપલ સી પરીક્ષા લેવા મંજૂરી અપાઈ

કેન્દ્રની સૂચનાથી જીટીયુ સહિતની તમામ યુનિ.ઓની પરીક્ષા મોકુફ કરી દીધી છે.જીટીયુની 2જીથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ થતા હજારો વિદ્યાર્થીઓ હેરાન થયા છે.આ ઉપરાંત સરકારે પરીક્ષાઓ માટે પુરતો રસ ન દાખવા અને નીતિ જ સ્પષ્ટ ન કરતા યુનિ.ઓમાં એમફીલ,પીજી અને પીજી ડિપ્લોમા સહિતના અનેક કોર્સીસ કે જેેમા ઓછા વિદ્યાર્થીઓ હોય છે તેમાંપણ પરીક્ષાઓ લેવાઈ નથી. જેનાથી વિદ્યાર્થીઓને ભારે નુકશાન થયુ છે.સરકારે તમામ યુનિ.ઓની તેમજ મેડિકલ-પેરામેડિકલ પરીક્ષાઓ પણ મોકુફ કરાવી દીધી છે જ્યારે બીજી બાજુ ટ્રીપલ સી પરીક્ષા લેવા મંજૂરી આપી છે.નોકરી માટે ટ્રીપલ સી પરીક્ષા જરૂરી છે તો વિદ્યાર્થીઓની કારકીર્દિ માટે યુનિ.ઓની પરીક્ષા જરૂરી છે.

વિદ્યાર્થીઓને ભારે નુકશાન થયુ

સ્પીપા દ્વારા પરીક્ષા લેવા માટે મંજૂરી મંગાઈ હતી અને સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 7મી જુલાઈથી પરીક્ષા લેવા માટે થોડા દિવસ પહેલા મંજૂરી આપવામા આવી હતી.જો કે સ્પીપા દ્વારા કુલ 58 ઉમેદાવારોમાંથી વન થર્ડ ઉમેદવારોને જ રોજ રોજ બોલાવાયા છે અને 9મી સુધી ચાલનારી પરીક્ષામાં રોજ 18-18 ઉમેદવારોની જ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લેવાશે.

Show More

Related Articles

Back to top button