સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ૧૩ જળાશયો ઓવરફ્લો થયા – Kranti Sandesh
Headlinesગુજરાત

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ૧૩ જળાશયો ઓવરફ્લો થયા

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ૧૩ જળાશયો ઓવરફ્લો થયા છે. 65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો થયો છે. તો બાર જેટલા ડેમ ભરાઈ જતા દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ છે. ખાલીખમ શેઢાભાડથરીમાં એકીસાથે 22 ફૂટની જળસપાટી વધી, તો ઓજતમાં 11 ફૂટ, વેણું-2 માં 11 ફૂટ, રૂપાવટીમાં 10 ફૂટ, સિંધણીમાં ૧૧ ફૂટ, ફૂલઝર- 1માં 7 ફૂટ, અને સોરથી સહિતના ડીમમાં પાણીનુ સ્તર વધ્યુ છે.

65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો થયો

રાજકોટ જિલ્લામાં પડધરી પાસે આવેલી ન્યારી 2, આજી 3 , જામનગર જિલ્લાના ફૂલઝર 1, ફુલઝર કોબા, ડાઈમીણસર, ઉંડ-૨માં પણ જળસ્પાટી વધી છે. પોરબંદર નજીક આવેલા સારલા, વંથલી પાસેના ઓજત વિયર, બાંટવા ખારો, સાબલી અને ઓજત 2માં પાણીની આવક થઈ જેથી દરવાજા ખોલવા પડ્યા છે. નિકાવામા 7 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ખારા ડેમ ઓવરફ્લો થયો છે.

 

Show More

Related Articles

Back to top button