850 કરોડના અંદાજ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગ અને ડિઝાઇનને સૈદ્ધાંતિક મંજૂરી – Kranti Sandesh
ગુજરાત

850 કરોડના અંદાજ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગ અને ડિઝાઇનને સૈદ્ધાંતિક મંજૂરી

રિવરફ્રન્ટ ફેઝ- 2 હાલના રિવરફ્રન્ટ કરતા વધારે હરિયાળો હશે. તેમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા , અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર , ચિલ્ડ્રન પ્લે એરિયા , ફુડ પ્લાઝા , આર્ટ અને કલિયર , સ્વાસ્થ્ય માટે તેમજ લોકો માટે જુદા જુદા લેવલ પર સિટીંગ અરેન્ટમેન્ટ વગેરે રહેશે

પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડની બેઠક મળી હતી. જેમાં રિવરફ્રન્ટના ફેઝ-2 ના કોન્સેપ્ટ પ્લાનિગ અને ડિઝાઇનને બોર્ડ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં હતી. રિવરફ્રન્ટના પૂર્વના 11.5 કિમીમાં 5.8 કિમી ઉમેરો કરી તથા પશ્ચિમમાં 11.5 કિમીમાં 5.2 કિમીનો વધારો કરી ઇન્દિરા બ્રિજ સુધી બંને કિનારે થઇને આશરે 11.5 જેટલા પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવાનો નક્કી કરવામાં આવેલ છે. જેથી બંને બાજુ થઇ લંબાઇ હવે કુલ 34 કિમી થશે.

ફેઝ-2 અંતર્ગત નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ , રોડ નેટવર્ક , એક્ટિવ ગ્રીન પાકર્સ તથા રહેણાક અને વાણિજ્ય પ્રકારના વિકાસના કાર્યોનો સમાવેશ થશે. રિવરફ્રન્ટ ફેઝ- 2 હાલના રિવરફ્રન્ટ કરતા વધારે હરિયાળો હશે. તેમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા , અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર , ચિલ્ડ્રન પ્લે એરિયા , ફુડ પ્લાઝા , આર્ટ અને કલિયર , સ્વાસ્થ્ય માટે તેમજ લોકો માટે જુદા જુદા લેવલ પર સિટીંગ અરેન્ટમેન્ટ વગેરે રહેશે

ફેઝ- 2 વિસ્તારમાં નદીમા પાણીનું લેવલ જળવાય રહેશે. જેથી આકસ્મિક સંજોગમાં નર્મદા કેનાલમા મેઇન્ટેન્સ દરમિયાન 10 થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણી સંગ્રહ કરી શકાશે . બેરેજ કમ બ્રિજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવીટી મળશે. જેથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વધુમા આ પ્રોજેકટ આંબેડકર બ્રિજ થી ઇન્દિરા બ્રિજ સુધી સાબરમતી નદીને સમાયતર બનશે. જેનાથી પસાર થતા લોકોને નદી કિનારે ડ્રાઇવે કરતા આલ્હાદક અનુભવ મળશે. આ ઉપરાત આ રોડ થવાથી મણિનગર, નારોલથી ગાંધીનગર , ઉત્તર ગુજરાત તથા રિંગ રોડ જવા માટે આ રસ્તાઓનો ઉપયોગ થવાથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે

ફેઝ-2 ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઇ ડ્રોલોજી તેમજ હાઇ ડ્રોલિક સ્ટડીનુ કામ પૂર્ણ કરવામાં આવલે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઇડ્રોલોજી દ્વારા વેરિફિકેશનની કરાયું છે. હાલમાં આ ફેઝના એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની કામગીરી ચાલુ છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ – 2 માટે અમદાવાદ જિલ્લાના ચાર ગામની આશરે 72 હેક્ટર નદી પૈકી જમીનનો આગોતરો કબજો મળેલ છે. ગાંધીનગર જિલ્લાના બે ગામની નદી પૈકી આશરે 20 હેક્ટર જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે તથા અમદાવાદ કેન્ટોમેન્ટ બોર્ડની આશરે 13 હેક્ટર જમીન મળવાનું સંમતિ મળેલ છે. ફેઝ -2ની અંદાજીત આશરે 850 કરોડ થશે. રિવરફ્રન્ટ ફેઝ – ૨ મા તેનું કોન્સેપટ પ્લાનિંગ તથા ડિઝાઇનનુ કામ પૂર્ણ કરવામાં આવેલ છે.

Tags
Show More

Related Articles

Back to top button