23 દિવસમાં પેટ્રોલમાં 9.17 રૂ અને ડીઝલમાં 11.23 રૂ.નો વધારો – Kranti Sandesh
Headlinesબિઝનેસ

23 દિવસમાં પેટ્રોલમાં 9.17 રૂ અને ડીઝલમાં 11.23 રૂ.નો વધારો

દેશમાં એક દિવસના વિરામ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 5 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર 13 પૈસાનો વધારો નોંધાયો છે.

સમગ્ર દેશમાં સતત 21 દિવસથી ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો હતો. જોકે ગઈકાલે ભાવો સ્થિર થયા હતા. પરંતુ આજે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.

23 દિવસમાં પેટ્રોલમાં 9.17 રૂ અને ડીઝલમાં 11.23 રૂ.નો વધારો

આંતર રાષ્ટ્રીય બજારમાં ચાલુ મહિના દરમિયાન મોટાબાગે ક્રુડ ઓઈલના ભાવમાં નરમાશ જોવા મળી હતી. પરંતુ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા રહ્યા અને 23 દિવસમાં ડીઝલના ભાવમાં 11 રૂપિયા 23 પૈસાનો વધારો થયો જ્યારે પેટ્રોલમાં પ્રતિ લિટર 9 રૂપિયા 17 પૈસાનો વધારો થયો છે

Show More

Related Articles

Back to top button