ડીઝલમાં 3.50 વધતા ST બસને ભારે નુકસાન – Kranti Sandesh
બિઝનેસ

ડીઝલમાં 3.50 વધતા ST બસને ભારે નુકસાન

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો

ગાંધીનગર ડીઝલમાં 3.50 વધતા ST બસને ભારે નુકસાન, ડીઝલ ભાવ વધતા પ્રતિદિન એસટીને 7 લાખનું નુકસાન, લોક ડાઉન પહેલા પ્રતિ દિવસ એસટીમાં 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા, હાલ 10 દિવસે 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે, એસટી બસ પ્રતિ કિમી 80 પૈસા ભાડું લે છે, લોક ડાઉન પહેલા એસટીની આવક 7 કરોડ હતી, હાલ એસટીની આવક એક કરોડ થઈ ગઈ, સરકારની નીતિથી એસટી વિભાગને મોટું નુકસાન, એસટી વિભાગના કર્મચારીઓએ ઉઠાવ્યો વિરોધ, કર્મચારીઓને ડર છે કે એસટી નુક્સાનીનો બોજ કર્મચારી પર પડશે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો થયો છે. ઓઇલ કંપનીઓ દ્વારા દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 60 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયા તેમજ ડીઝલની કિંમત 73 રૂપિયાને પાર પહોંચી છે.

દેશના રાજ્યોમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 75.16 રૂપિયા જ્યારે કે ડીઝલનો ભાવ 73.39 રૂપિયા થઇ ગયો છે. બીજી તરફ કોલકાત્તામા પેટ્રોલનો ભાવ 77.05 રૂપિયા, મુંબઇમાં 82.10 અને ચેન્નઇમાં 78.99 રૂપિયા થઇ ગયો છે. ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ એટલે કે પીપીએસીના આંકડા મુજબ મે મહિનામાં ઇંધણનો કુલ વપરાશ 1.465 કરોડ ટન રહ્યો. જે એપ્રિલ મહિનાની સરખામણીએ 47.4 ટકા વધુ છે. જો કે ગત વર્ષના મે મહિનાની સાપેક્ષે આ માંગ 23.3 ટકા ઓછી છે.

Show More

Related Articles

Back to top button