જીએસટી બેઠક: કોરોનાના કારણે જીએસટી કલેક્શનમાં ઘટાડો – Kranti Sandesh
બિઝનેસ

જીએસટી બેઠક: કોરોનાના કારણે જીએસટી કલેક્શનમાં ઘટાડો

જેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાનો જીએસટીમાં ઘટાડો થયો છે. આ ઘટાડાનું કારણ કોરોના વાયરસ મહામારી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યુ કે નાણાકીય વર્ષ 2020-21માં GST સંગ્રહમાં 2.35 લાખ કરોડ રૂપિયાની અછત જોવા મળી છે. જેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાનો જીએસટીમાં ઘટાડો થયો છે. આ ઘટાડાનું કારણ કોરોના વાયરસ મહામારી છે.

રાજસ્વ સચિવે કહ્યુ કે અટોર્ની જનરલે કહ્યુ કે જીએસટી સંગ્રહમાં થતા ઘટાડાની ભરપાઇ ભારતની સંચિત નિધિથી નથી કરી શકાતી. જીએસટી પરિષદની બેઠક બાદ રાજસ્વ સચિવે કહ્યુ કે કોવિડ-19 મહામારીને કારણે માલ અને સેવા કર (GST) સંગ્રહ પર ઘણી ખરાબ અસર પડી છે.

રાજસ્વ સચિવે કહ્યુ કે જીએસટી એપ્રિલ-જુલાઇ માટે રાજ્યોના 1.5 લાખ કરોડ રૂપિયા બાકી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય કેન્દ્ર સરકાર પર બાકી રૂપિયા આપવાની માંગ કરી રહી છે. કાલે જ આ મુદ્દાને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન સહિત રાજ્યના મુખ્યમંત્રી સામેલ થયા હતા.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ પ્રાકૃતિક આપત્તિથી ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘટાડો થઇ શકે છે. નાણા મંત્રીએ કહ્યુ કે પાંચ કલાક ચાલેલી જીએસટી પરિષદની બેઠકમાં રાજ્યોને ક્ષતિપૂર્તિને બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે જે વિકલ્પો પર ચર્ચા થઇ, તે માત્ર નાણાકીય વર્ષ માટે છે, જીએસટી પરિષદના આવતા વર્ષે એપ્રિલામાં એક વખત ફરી આ મામલે વિચાર કરશે.

Show More

Related Articles

Back to top button