ખુશખબર! WhatsAppમાં ટૂંક સમયમાં આવશે 2 નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટિંગની સ્ટાઇલ! – Kranti Sandesh
સ્પેશ્યલ

ખુશખબર! WhatsAppમાં ટૂંક સમયમાં આવશે 2 નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટિંગની સ્ટાઇલ!

WhatsApp હાલમાં Join Missed Calls અને Biometric Lock નામના બે ફીચર્સ પર કામ કરી રહ્યું છે

નવી દિલ્હીઃ WhatsApp સમયાંતરે યૂઝર્સના ચેટિંગ એક્સપીરિયન્સને વધુ સારું બનાવવા માટે નવા-નવા અપડેટ લઈને આવતું રહે છે. ટૂંક સમયમાં જ કંપની યૂઝર્સ માટે બે વધુ નવા ફીચર્સ લાવી શકે છે. રિપોર્ટનું માનીએ તો WhatsApp હાલમાં જોઇન મિસ્ડ કૉલ્સ (Join Missed Calls) અને બાટોમેટ્રિક લૉક (Biometric Lock) નામના બે ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ આ ફીચર્સનો ઉપયોગ કરવા મળી શકે છે.

નવા ફીચર્સની શું ખાસિયતો હશે? – રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે આ બંને ફીચર બીટા વર્જન 2.20.203.3 અપડેટમાં જોવા મળ્યા છે. જોઇન મિસ્ડ કૉલ્સ ફીચરની મદદથી યૂઝર્સ મિસ થયેલા ગ્રુપ કૉલનો હિસ્સો બની શકે છે અને બીજી તરફ બાયોમેટ્રિક લૉક ફીચરના માધ્યમથી ઓથેન્ટિકેશન પ્રક્રિયાને ઇમ્પ્રૂવ કરતાં તેમાં ફિંગરપ્રિન્ટ ઉપરાંત અન્ય વિકલ્પ જોડવામાં આવ્યા છે.

કંપની કરી રહી છે ટેસ્ટિંગ – નોંધનીય છે કે, WhatsAppએ હાલમાં જ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામના માધ્યમથી નવું અપડેટ સબમિટ કર્યું છે. કંપની પોતાના બીટા વર્જનના માધ્યમથી નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરશે અને જરુરી ફેરફાર કર્યા બાદ સામાન્ય યૂઝર્સ માટે તેને લૉન્ચ કરવામાં આવશે.

Join Missed Calls ફીચર – WaBetaInfoના રિપોર્ટ મુજબ, કંપની કેટલાક મહિનાઓથી આ ફીચર પર કામ કરી રહી છે. તેના આવ્યા બાદ તમે મિસ કરવામાં આવેલા ગ્રુપ કૉલનો પણ હિસ્સો બની શકશો. નોંધનીય છે કે આવું માત્ર એ કન્ડિશનમાં થશે જ્યારે તે ગ્રુપ કૉલ ચાલી રહ્યો હશે.

Biometric Lock ફીચર – નોંધનીય છે કે, હાલમાં WhatsApp પર યૂઝર્સને ફિંગરપ્રિન્ટ લૉકનું ફીચર મળે છે, પરંતુ રિપોર્ટનું માનીએ તો ટૂંક સમયમાં જ આપના બાયોમેટ્રિક લૉકને પણ ફીચર મળી જશે. આ ફીચર બાદ આપની ચેટ વધુ સિક્યોર થઈ જશે.

યૂઝર્સને મળ્યું એડવાન્સ સર્ચ ફીચર – નોંધનીય છે કે, હાલમાં યૂઝર્સને એડવાન્સ સર્ચનું ફીચર આપ્યું છે. તેના માધ્મથી યૂઝર્સ સરળતાથી વોટ્સએપમાં ફોટો, વીડિયો, લિંક્સ, ઓડિયો, gif અને ડોક્યૂમેન્ટ્સ સર્ચ કરી શકે છે. એટલે કે હવે મેસેજ ઉપરાંત મીડિયા ફાઇલ્સને સર્ચ કરવું પણ સરળ થઈ ગયું છે.

Tags
Show More

Related Articles

Back to top button