કોલસા કૌભાંડમાં ભાજપના પૂર્વ મંત્રી દિલિપ રે સહિત ચારને ત્રણ વર્ષની કેદ – Kranti Sandesh
ક્રાઇમ

કોલસા કૌભાંડમાં ભાજપના પૂર્વ મંત્રી દિલિપ રે સહિત ચારને ત્રણ વર્ષની કેદ

દિલ્હીની એક કોર્ટે કોલસા કૌભાંડ કેસમાં સામેલ ભાજપના પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલિપ રે અને અન્યોને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. અન્યોમાં તત્કાલીન બે સરકારી અિધકારીઓ પ્રદીપ કુમાર બેનરજી અને નિત્યાનંદ ગૌતમનો સમાવેશ થાય છે, આ બન્ને અિધકારીઓ હાલ 80 વર્ષના છે. જ્યારે વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા દિલિપ રેયની ઉંમર 68 વર્ષની છે.

આ ઉપરાંત દિલ્હીની કોર્ટે કેસ્ટ્રોન ટેક્નોલોજી લિ.ના ડાયરેક્ટર 75 વર્ષીય મહેન્દ્ર કુમાર અગ્રવાલને પણ ત્રણ વર્ષની સજા કરી છે. જોકે સાથે જ કોર્ટે જેને પણ સજા ફટકારી તેમને હાઇકોર્ટમાં જવાની છુટ આપી છે સાથે જ જામીન પર છોડવામાં આવ્યા છે. કેદની સજા સાથે દરેકને નાણાકીય દંડ પણ કરાયો છે.

દિલિપ રેયને કોર્ટે 10 લાખ, બેનરજીને બે અને ગૌતમને બે લાખ જ્યારે અગ્રવાલને સૌથી વધુ 60 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. કોર્ટે અગ્રવાલ પર 60 લાખ જ્યારે કેસ્ટ્રોન માઇનિંગ કંપનીને 10 લાખનો દંડ કર્યો હતો.

જોકે આરોપીઓએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જે પણ આરોપો અમારા પર લગાવવામાં આવ્યા તે જુઠા છે કેમ કે જે નુકસાન થયું છે તેમાંથી અમારી પાસે કઇ જ નથી, તે બધુ જ સરકાર પાસે જમા થઇ ગયું છે. જ્યારે કોર્ટે જવાબમાં કહ્યું હતું કે આ સ્કેમને કારણે કોલસાની જે અછત ઉભી થઇ તેનાથી દેશને નુકસાન થયું છે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વિકાસમાં અડચણ ઉભી થઇ છે.

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર ભાજપના વરીષ્ઠ નેતા તેમજ પૂર્વ રાજ્યસભા સાંસદ દિવંગત પરમેશ્વર કુમાર અગ્રવાલના ભાઇ મહેંદ્ર કુમાર અગ્રવાલની કંપની કેસ્ટ્રોન ટેક્નોલોજી લિ. (સીટીએલ) તેમજ કેસ્ટ્રોન માઇનિંગ લિ.એ જે શરતોની સાથે બ્રહ્મડીહા કોલ બ્લોકનું આવંટન કર્યું હતું, તેમાં બહુ જ મોટા પાયે કાયદાનું અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

જેને કારણે જ આ કંપનીના ડાયરેક્ટર મહેંન્દ્ર કુમાર અગ્રવાલ અને તત્કાલીન રાજ્ય કોલસા મંત્રી દિલિપ રેય અને તત્કાલીન સરકારી અિધકારીઓને સજા કરી છે. અગ્રવાલ બંધુઓને કેન્દ્ર સરકારે 1999માં આ કોલ બ્લોકની ફાળવણી કરી હતી. 2004માં કામ શરૂ કર્યું અને 2006માં ઉત્પાદન શરૂ થયું હતું.

Tags
Show More

Related Articles

Back to top button