બોલિવુડના ખ્યાતનામ અભિનેતા ઋષિ કપૂરનું દુખદ નિધન
Famous Bollywood actor Rishi Kapoor passed away tragically

બોલિવુડના ખ્યાતનામ અભિનેતા ઋષિ કપૂરની તબિયત લથડતાં તેમને મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા..છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ હતી.તેઓ કેન્સરથી પીડિત હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. રણધીર કપૂરે પોતાના ભાઈ ઋષિ કપૂરને હોસ્પિટલમાં ખસેડાયા હોવાની માહિતી આપી હતી..બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરને લઈ હાલ મોટી ખબર સામે આવી રહી છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, અભિનેતાનું આજે નિધન થયું છે. આ અંગે અમિતાભ બચ્ચને એક ટ્વીટ કરી જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, અચાનક ઋષિ કપૂરની તબિયત ખરાબ થતાં તેમને મુંબઈની એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. લગભગ એક વર્ષ સુધી અમેરિકામાં કેન્સરની સારવાર લઈ ગત સપ્ટેમ્બર મહિનામાં જ ભારત પાછા આવ્યા હતા.
બોલિવુડના ખ્યાતનામ અભિનેતા ઋષિ કપૂરનું દુખદ નિધન
ઋષિ કપૂર ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી ભારત પરત ફર્યા હતા..અમેરિકામાં એક વર્ષ સુધી કેન્સરનો ઈલાજ કર્યો હતો.વર્ષ 2018માં તેઓને કેન્સર થયુ હોવાનું સામે આવ્યુ હતુ.જે બાદ એક વર્ષ ન્યૂયોર્કમાં રહીને સારવાર પણ કરી હતી..આ સમયે તેમની પત્ની નીતુસિંહ સતત તેમની સાથે જોવા મળી.
ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂર અને દિકરા રણબીર કપૂર હોસ્પિટલમાં સાથે
ઋષિ કપૂર હોસ્પિટલમાં દાખલ છે. ત્યાકરે દિલ્હી ખાતે રહેલી તેમની દિકરી રિદ્ધિમા કપૂર સાહનેએ સરકાર પાસે મુંબઈ સુધીના પ્રવાસની મંજૂરી માંગી છે..તેઓએ પિતાની સારસંભાળ માટે પરિવાર સાથે મુંબઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. લોકડાઉન વચ્ચે ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂર અને દિકરા રણબીર કપૂર હોસ્પિટલમાં સાથે છે.