આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેવા 735 કેસ નોંધાયા – Kranti Sandesh
Headlinesગુજરાત

આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેવા 735 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. જેમાં આજે પણ ગુજરાતમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેવા 735 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અવરલ્લીમાં 2 જ્યારે બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીનું મોત થયું છે. તો ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1962 થઇ ગયો છે. તો હાલમાં 69 લોકોને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો આજે કુલ 423 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. જેથી ગુજરાતમાં આજદિન સુધીમાં ડિસ્ચાર્જ થયેલા કુલ લોકોનો આંક 26323 થયો છે. તો હજુ પણ ગુજરાતમાં કુલ 8573 એક્ટીવ પેશન્ટ છે. તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધી 4 લાખ 18 હજાર 464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમરેલીમાં Coronaનો ત્રાસ

અમરેલીમાં Coronaના વધુ 4 કેસ નોંધાયા છે. બાબારામાં 57 વર્ષીય પુરૂષને, સાવરકુંડલામાં 74 વર્ષીય વૃદ્ધને, વણોટના ૬૦ વર્ષીય પુરુષને અને બગસરાના 75 વર્ષીય વૃદ્ધને Corona પોઝિટિવ આવ્યો છે.

બોટાદ જીલ્લામાં 3 Coronaનાં કેસ

બોટાદ જિલ્લામાં ત્રણ નવા કેસ Corona પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં Coronaના કુલ કેસ 113 છે, જેમાંથી 76 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને આજદિન સુધીમાં ત્રણ લોકોના Coronaથી મોત થયા છે. હાલ જિલ્લામાં 34 કેસ એક્ટિવ છે.

બરોડામાં Coronaનો કહેર

આજે બરોડામાં 66 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં Coronaનાં કુલ કેસ 2,650 નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 412 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. બરોડામાં આજદીન સુધીમાં Coronaનાં કારણે 57 લોકોનાં મોત થયા છે. આજે બરોડામાં ન્યુ સમા રોડ, સોમા તળાવ, નવાબજાર, પાણીગેટ, દંતેશ્વર, વાડી, માંજલપુર, કારેલીબાગ, હરણી વારસીયા રીંગ રોડ, સમા સાવલી રોડ, વાધોડીયા રોડ , હરણી, આજવા રોડ, ડભોઇ રીંગ રોડ, ભુતડીઝાંપા, આર.વી.દેસાઇ રોડ, વારસીયા, અજબડીમીલ, અલકાપુરી, છાણી, બરાનપુરા, યાકુતપુરા, રાવપુરા, ગાજરાવાડી, તરસાલીમાં નોંધાયા છે. તો ગ્રામ્યમાં બામણગામ, ડભોઇ, પરસોલી, રણ, પાદરા, કોયલી, સોખડા, ભાયલી, ફર્ટીલાઇઝરનગરમાં નોંધાયા છે.

ભરૂચમાં Coronaનો કકડાટ

ભરૂચ જિલ્લામાં આજે 22 Corona પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 1 Corona દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. તો અંકલેશ્વરમાં 9, ભરૂચમાં 7 પોઝિટિવ કેસ, આમોદમાં 3, જંબુસરમાં 1 પોઝિટિવ કેસ, વાલિયામાં 1, હાંસોટમાં 1 પોઝિટિવ કેસ, ભરૂચ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 333 થઈ ગઈ છે. જિલ્લામાં કુલ મરણ આંક 14 પર પહોંચી ગયો છે.

સુરતમાં Coronaનાં કેસમાં સતત વધારો

સુરતમાં અનલોક 1 બાદ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો, અને ખાસ કરીને હીરા ઉઘોગમાં કામ કરતા 1000થી વધુ રત્નકલાકારો સંક્રમિત થયા. જેને લઈને 7 દિવસ માટે હીરા ઉઘોગ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગતરોજ હીરા ઉદ્યોગકારો સાથે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બેઠક કરી હતી અને હીરા ઉઘોગ માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરી ઉઘોગ શરુ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત 14 જુલાઈથી હીરા ઉદ્યોગ ફરી ધમધમશે. 10 જુલાઈથી હીરા બજાર અને અને 14 જુલાઈથી હીરાના કારખાના શરુ થશે. હીરા ઉઘોગ માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button