ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ માટે ચીનથી આઠ ટન ફર્નિચરની આયાત – Kranti Sandesh
દેશ / વિદેશ

ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ માટે ચીનથી આઠ ટન ફર્નિચરની આયાત

કોરોના વાય૨સના કા૨ણે ચીન અને અમેરિકા વચ્ચે તનાવભર્યા સંબંધો છે અને તે લશ્કરી તનાવમાં પણ પ્રવર્તી રહયો છે તથા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ચાઈના સામે પોતાનું તોપનું નાળચુ ફેરવીને એક પછી એક ધડાકા કરી રહયા છે.

તે વચ્ચે વાસ્તવિક્તા એ છે કે ટ્રમ્પની બિઝનેસ કંપનીઓએ સપ્ટેમ્બર 2019 બાદ ચીનથી આઠ ટન ઉત્પાદનો આયાત ર્ક્યા છે. સીએન દ્વારા કસ્ટમ વિભાગના ડેટાને રજુ કરીને જાહેર ર્ક્યુ છે કે, ટ્રમ્પની હોટલ જે ન્યુયોર્કમાં આવેલી છે તે ટ્રમ્પ ઈન્ટરનેશનલ માટે ખાસ પ્રકારના ટેબલ ચીનથી આયાત કરવામાં આવ્યા છે તે અંદાજે 6 ટન લાકડા અને ગ્લાસના ટેબલ તથા કેબીનેટ ટ્રમ્પ નેશનલ ગોલ્ફ કલબ ઓલએન્જલીસ ખાતે બે મહિના અગાઉ સાંઘાઈ પોર્ટથી પહોંચ્યા હતા.

આ અગાઉ પણ ટ્રમ્પની કંપનીઓએ ચીનથી પોતાની આયાતો ચાલુ રાખી છે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વખત કરી રહયા છે કે તે ચાઈનાના પ્રમુખ સાથે વાત કરવા પણ માંગતા નથી. ટ્રમ્પની હોટલ સહિતના બિઝનેસમાં ડેકોરેશનની આઈટમમાં ચાઈનીઝ ઉત્પાદનોની ભરપૂર આયાત થાય છે.

Tags
Show More

Related Articles

Back to top button