H-1B વિઝા ધારકોને મોટી રાહત, સશરતે અમેરિકા પાછા ફરવાની મળી અનુમતિ – Kranti Sandesh
દેશ / વિદેશ
Trending

H-1B વિઝા ધારકોને મોટી રાહત, સશરતે અમેરિકા પાછા ફરવાની મળી અનુમતિ

તેમના નિર્ણયથી અમેરિકામાં નોકરી કરવાની આશા રાખનારા હજારો લોકોની આશાને ફટકો પડ્યો હતો. 

અમેરિકન સરકારે h-1B વીઝા માટે કેટલાક નિયમમાં છૂટ આપી છે, જેથી વીઝા ધારકોને સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવી શકે પરંતુ આ છૂટ તેમણે જ મળી રહી છે જે નોકરીઓમાં પરત આવી રહ્યા છે જેમાં વીઝા પ્રતિબંધની જાહેરાત પહેલા હતી. અમેરિકન વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યુ કે આશ્રિતો (જીવનસાથી અને બાળકો)ને પણ પ્રાથમિક વીઝા ધારકો સાથે યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવશે. વિભાગીય સલાહકારે કહ્યુ કે એક જ નિયોક્તા અને પોતાના જૂના રોજગારને ફરી શરૂ કરનારાઓને પરવાનગી આપવામાં આવે છે.

ટ્રમ્પ તંત્રએ ટેકનિકલ જાણકાર, સીનિયર-સ્તરના મેનેજમેન્ટ અને અન્ય શ્રમિકોને પણ યાત્રા કરવાની પરવાનગી આપી છે, જે એચ-1 બી વીઝા રાખે છે અને જેમની યાત્રા સંયુક્ત રાજ્ય અમેરિકાની તત્કાલ અને નિરંતર આર્થિક સ્થિતિને સુવિધાજનક બનાવવા માટે જરૂરી છે. સાથે જ જણાવી દઇએ કે સરકારે છૂટ તે લોકોને આપી છે જે કોવિડ-19 મહામારીના પ્રભાવને ઓછુ કરવા માટે અથવા પર્યાપ્ત સાર્વજનિક સ્વાસ્થ લાભ ધરાવતા વિસ્તારમાં ચાલી રહેલી તબીબી અનુસંધાનનું સંચાલન કરવા માટે સાર્વજનિક સ્વાસ્થ અથવા સ્વાસ્થ દેખરેખ અથવા તપાસ કર્તાના રૂપમાં કામ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગાર આધારિત કેટલાક અમેરિકન વીઝા પ્રોગ્રામ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. કોરોના વાયરસથી ફેલાયેલી કોવિડ-19 મહામારી વચ્ચે તેમના નિર્ણયથી અમેરિકામાં નોકરી કરવાની આશા રાખનારા હજારો લોકોની આશાને ફટકો પડ્યો હતો.

Tags
Show More

Related Articles

Back to top button