અમદાવાદમાં એક ચાર્ટ્ડ એકાઉન્ટ ને કરોડોની લોન મેળવી ખેડૂત સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ – Kranti Sandesh
ક્રાઇમગુજરાત

અમદાવાદમાં એક ચાર્ટ્ડ એકાઉન્ટ ને કરોડોની લોન મેળવી ખેડૂત સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ

બાવળા તાલુકાના રાશમ ગામના ખેડૂતની ૮,૦૦૦ ચો.મી. જમીન પર દૂધની ડેરીનો પ્રોજેક્ટ કરવા માટે લોન અપાવવાના નામે અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તેના મિત્રોએ બેન્કમાંથી કરોડોની લોન મેળવી ખેડૂત સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

બાવળાના ખેડૂત અશોક ચીમનલાલ પટેલની રાશમ ગામમાં નવો સર્વે નંબર ૮૬૦ પૈકી ૮,૦૦૦ ચો.મી. બીનખેતીની જમીન ઉ૫૨ દૂધની ડેરીના પ્રોજેક્ટ કરવો હતો. જેની લોન મેળવવા માટે અમદાવાદના સી.એ. રમેશભાઇ કિશનચંદ મંશારામાણીને કામ આપ્યું હતું. આ સીએએ તેના મિત્ર અનિલ. કે. હુકમતાણીની સલાલાહ એન્ટરપ્રાઇઝ કંપનીના ડિરેક્ટર તથા તેના ભાઇ ઉમેશ. કે. હુકમતાણીને અશોકભાઇની ઓફ્સિે મોકલ્યા હતા. જ્યાં ઉમેશે પોતે યુનિયન બેંકના મેનેજર હોવાનું અને ડેરી પ્રોજેક્ટના ધિરાણની ફઇલ તેમની પાસે છે અને જમીનની વિઝીટ તથા ઇન્સ્પેકશન કરવા આવ્યા છીએ તેમ કહીને જમીન જોઈ હતી.બાદમાં આ જમીન એકબીજાની મદદગારીથી સલાલાહ એન્ટ૨પ્રાઈઝ પ્રા.લિ. કંપનીના નામે કરી લીધી હતી. જ્યારે ખેડૂતને આ જમીન ઉપર દૂધની ડેરીની લોન મંજૂર થઇ શકે તેમ નથી તેવું જણાવી કંપનીમાં ડાયરેકટર તરીકે લેવાની લાલચ આપી આ જમીન ઉપર મેટલ સપ્લાયનો ધંધો કરવા માટેના પ્રોજેક્ટ શરૂ કરવા માટે વર્ષ ૨૦૧૧માં એક સમજુતી કરાર કર્યો હતો.

તેમજ કંપનીના અગાઉના ખર્ચમાં સામેલ કરવા જમીન માલીકને સામેલ કરવાના ઇરાદે સમજૂતી કરારમાં તારીખમાં ચેકચાક કરીને ખોટુ ડોક્યુમેન્ટ બનાવી મુડી તરીકે જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજ સલાલાહ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ.ના અધિકૃત ડિરેકટર અનિલ. કે. હુકમતાણીએ પોતાના નામે કરી લઇને આ જમીન તથા ડિરેકટર શ્રેયા રમેશભાઇ મંશારામાણી, તેમના પતિ રમેશભાઇ કિશનચંદ મંશારામાણીએ તેમના માલિકીના ફ્લેટ અગાઉ ૨૦૧૧માં કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ.૫૦,૦૦,૦૦૦ની હોમ ફઇનાન્સ લોન લીધી હોવા છતાં ફ્રીથી તે ફ્લેટ તથા આ જમીન યુનિયન બેંક ઓફ ઇન્ડીયા, મણિનગર શાખામાં મોર્ગેજ કરાવી ૭ કરોડની લોન મંજૂર કરાવીને રૂ.૩,૬૨,૨૯,૪૧૪ તેમના જુના કેશ ક્રેડિટ બેંક એકાઉન્ટમાં તથા ટર્મ લોન ખાતામાં જમા કરાવીને આ લોનના નાણામાંથી રૂ.૩,૪૦,૩૦,૮૬૬ મકાન બાંધકામમાં વાપર્યા હતા. તેમજ રૂ.૨૫,૧૧,૦૦૪ની ઓફ્સિ અને રૂ.૨૬,૨૬,૪૪૩ના બે વાહનો ખરીધ્યા હતા. આરોપીઓ આ રીતે ધિરાણના રૂપિયા તેમની બોગસ કંપનીઓ યુનિવર્સલ મેટલ સપ્લાઈ પ્રા.લિ. તથા સીગલ. આઇ. ઓવરસીઝ પ્રા.લિ. તથા અન્ય કંપનીમાં RTGS અને જુના ચેકોથી ટ્રાન્સફ્ર કરી દીધા હતા.

Show More

Related Articles

Back to top button