મુખ્યમંત્રી હેમંત સોરેન સેલ્ફ ક્વોરન્ટાઈન – Kranti Sandesh
Headlines

મુખ્યમંત્રી હેમંત સોરેન સેલ્ફ ક્વોરન્ટાઈન

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેન સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. સીએમ આવાસ-કાર્યાલયને સીલ કરવામાં આવ્યું છે, અને આ તમામ ક્ષેત્રનો સેનિટાઈઝન અને આઈસોલેટ કરવામાં આવી રહ્યું છે. શ્રમ મંત્રી સત્યાનંદ ભોક્તાએ પણ પોતાને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે.

મુખ્યમંત્રી હેમંત સોરેન સેલ્ફ ક્વોરન્ટાઈન

CMની સાથે તેમના પ્રધાન સચિવ અરુણ એક્કા, શિક્ષણ સચીવ રાહુલ શર્મા, પ્રેસ સલાહાકાર અભિષેક પ્રસાદ, અંગત સચિવ સુનિલ શ્રીવાસ્તવ, ADG આરકે મલ્લિક, ધારાસભ્ય નવીન જયસ્વાલ, ઝારખંડ મુક્તિ મોરચાનાં પ્રવક્તા મનોજ પાંડેની પણ જલ્દીથી કોરોનાની તપાસ કરવામાં આવશે, રિપોર્ટ આવ્યા પછી આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.

મુખ્યમંત્રીની સાથે સાથે સરકાર અને પોલીસ તંત્રનાં ઉચ્ચ અધિકારી એક મંત્રીનાં કાર્યક્રમમાં હતા શામેલ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીની સાથે સાથે સરકાર અને પોલીસ તંત્રનાં ઉચ્ચ અધિકારી ત્રણ જુલાઈનાં રોજ પે જળ અને સ્વચ્છતા મંત્રી મિથિલેશ ઠાકુરનાં રાંચી સ્થિતિ આવાસનાં ગૃહ પ્રવેશનાં કાર્યક્રમમાં શામેલ થયા હતા. મંત્રી મિથિલેશ ગત રાત્રીનાં રોજ કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા. અને તેમને કોવિડ-19 વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. તે જદિવસે ટુંડીથી સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોર્ચાનાં સાસદ મથુરા મહોતો પણ પ્રોજેક્ટ ભવનમાં મુખ્યમંત્રી સોરેન સાથે મુલાકાત કરી હતી. અને તેમનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

Show More

Related Articles

Back to top button