BB 14: પહેલાં જ દિવસે કવિતા કૌશિકનો જોવા મળ્યું ‘ચંદ્રમુખી ચૌટાલા’ રૂપ, પવિત્રાનો લીધો ઉધડો – Kranti Sandesh
મનોરંજન

BB 14: પહેલાં જ દિવસે કવિતા કૌશિકનો જોવા મળ્યું ‘ચંદ્રમુખી ચૌટાલા’ રૂપ, પવિત્રાનો લીધો ઉધડો

કવિતા કૌશિકને લોકો ‘ચંદ્રમુખી ચૌટાલા’નાં નામથી વધુ ઓળખે છે. કારણ કે ટીવી સીરિયલ FIRમાં તેનાં કેરેક્ટરનું નામ હતું. અને ઘરની અંદર પહેઆપને જણાવી દઇએ કે, કવિતાને લોકો ચંદ્રમુખી ચૌટાલાનાં નામથી વધુ ઓળખે છે. કારણ કે ટીવી સીરિયલ FIRમાં તેનાં કિરદારનું નામ આ જ હતું. અને ઘરની અંદર આવતા જ પહેલાં દિવસે કિવાતનો ચંદ્રમુખી અવતાર જોવા મળ્યો

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ14માં FIR ફેઇમ કવિતા કૌશિકની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ ગઇ છે. એટલું જ નહીં કવિતાની એન્ટ્રી થતાની સાથે જ ઘરમાં એક નવું ટ્વિસ્ટ જોવા મળી રહ્યું છે. જી હાં, કવિતા ઘરમાં આવતાની સાથે જ પહેલાં દિવસે કેપ્ટન બની ગઇ છે.

ઘરમાં પહેલાં દિવસે કવિતાની શારદુલ અને પવિત્રા સાથે બહસ થઇ ગઇ. ખરેખરમાં, ઘરમાં એન્ટ્રીની સાથે જ કવિતા ઇચ્છતી હતી કે, તેની કેપ્ટન્સીમાં ઘર થોડુ સાફ રહે. એટલે કવિતાએ ઘરનાં તમામ સભ્યોને કહ્યું કે, ઘરમાં અનુશાસન લાવવું છે, જે પણ ભૂલ કરશે તેને દંડ મળશે.

કવિતાએ નક્કી કરેલાં નિયમમાં મૂવિંગ એરિાયમાં એક સમયે કોઇ એક જ સભ્ય રહી શકે છે. ત્યારે શારદુલ આ રૂલને બ્રેક કરે છે અને કવિતા તેનાં પર ગુસ્સે થાય છે. જે બાદ શરાદુલ કહે છે કે, તે પવિત્રાને પુછીને જ આમ કરે છે. આ વાત પર કવિતા ગુસ્સાથી લાલ થઇ જાય છે અને કહે છે કે, પવિત્રા બિગ બોસ નથી.

જે બાદ પવિત્રાને ગુસ્સો આવે છે અને તે કવિતાને કહે છે કે, તે આ રીતે તેની સાથે વાત ન કરે. જેનાં પર કવિતા કહે છે કે, તો હું શું કરું.. આપનાં માટે નાગિન ડાન્સ કરું.. અહીંયા..

Tags
Show More

Related Articles

Back to top button