હાલમાં તો ઈન્ડિયન પોલીસને લાગતું હશે કે “અપૂન હી ભગવાન હૈ” – Kranti Sandesh
સ્પેશ્યલ

હાલમાં તો ઈન્ડિયન પોલીસને લાગતું હશે કે “અપૂન હી ભગવાન હૈ”

વર્તમાન સમયમાં સરકારની કૃપાથી ભારતમાં લોકતંત્રની જગ્યા પોલીસ તંત્રએ લઈ લીધી છે

ભારતમાં પોલીસને એટલા અધિકાર આપી દેવામાં આવ્યાં છે કે, વર્તમાન લોકતંત્રમાં પોલીસ જ ભગવાન છે, પોલીસ જ સર્વશક્તિમાન છે. હવે તો પોલીસને પણ લાગી રહ્યું છે કે, “અપૂન હી ભગવાન હૈ”

અપરાધ અને અપરાધી સુધી તો પોલીસનું કાર્યક્ષેત્ર સમજમાં આવે છે, તેમના પર કાનૂન વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી પણ સમજમાં આવે છે પરંતુ તેનાથી પણ આગળ જઈને સરકારના બધા જ કાર્ય પોલીસથી જ કરાવવાની પ્રવૃતિ તાનાશાહનો નેક્સ્ટ સ્ટેપનો અભાસ કરાવે છે.

ભવન નિર્માણથી લઈને ગાડીઓના પેપર ચેક સુધીના સેકન્ડો કામ પોલીસ પાસે જ કરાવવામાં આવે છે અને આની અસર તે થઈ રહી છે કે, પોલીસ કાર્યભારના કારણે અમાનવીય થઈ જાય છે, રાત-દિવસ બ્રેક વગર કામ કરવાના કારણે તેમનો સ્વભાવ ચિડચિડિયો બની જાય છે.

ગુપ્તાએ દાવો કર્યો કે, પીસીઆઈ મીડિયાનું પ્રતિનિધિત્વ કરનાર સંપૂર્ણ

અમાનવીય પોલીસ અચાનકથી ડંડો ચલાવવા લાગે છે, હિંસક બની જાય છે. તેના અંદરનો સંયમ વધારે પડતા કામોના ભારથી ખત્મ થઈ જાય છે. મહિનાઓ સુધી પરિવારથી દૂર રહેવું અને દિવસ રાત સાપ્તાહિક રજા ઉપર કામ કરવું પોલીસના અનિયંત્રિત સ્વભાવનું એક કામ છે.

કોરોના વાયરસને પહોંચીવળવા માટે વોરિયર્સ તરીકે પ્રથમ પંક્તિમાં સરકારે ડોક્ટરોની જગ્યાએ પોલીસને ઉભી કરી દીધી. પોલીસને અનિયંત્રિક શક્તિ અને છૂટ આપી દેવામાં આવી. જેથી પોલીસ વધારે પડતા કામના ભારણના કારણે ધીરે-ધીરે અમાનવિયતા તરફ ધકેલાતી ગઈ. જ્યા ડોક્ટર્સ અને હેલ્થ કર્મચારીઓને પ્રથમ પંક્તિમાં કોરોના વોરિયર્સ તરીકે ઉભા રાખવાના છે, ત્યાં તમે પોલીસને ઉભી રાખો છો તો પછી પરિણામ ભયંકર જ આવવાના છે. લોકડાઉન હોવા છતાં કોરોનાનો આંકડો બે લાખ ઉપર જતો રહ્યો. ડોક્ટરો અને હેલ્થ કર્મચારીઓ માટે યોગ્ય નીતિ બનાવી હોત તો આજે આ પરિણામ આવ્યું ના હોત.

દેશભરમાં પોલીસે પોતાના સમયથી વધારે કામ કર્યું તે ભૂલવું જોઈએ નહીં. પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓના અમાનવિય કામોના કારણે દેશભરની પોલીસ બદનામ થઈ ગઈ. જેમ કે, અમદાવાદમાં પોલીસ કર્મચારીએ શાકભાજી વેચનારાની લારી ઉંધી પાડી દીધી, તેની ખુબ જ ટીકા થઈ. તેવી જ રીતે અલ્હાબાદામાં પણ પોલીસનો બર્બર ચહેરો સામે આવ્યો.

Prayagraj – गरीब किसानों पर दारोगा की गुंडई, मंडी में दारोगा ने गाड़ी से सब्जियों को रौंदा, भीड़ को भगाने के लिए दौड़ाई जीप.सब्जी मंडी में मची अफ़रा तफरी, सब्जी कुचलने का वीडियो हुआ वायरल, दारोगा को लाइन हाजिर किया गया, घूरपुर क्षेत्र के सब्जी मंडी का मामला.

Posted by Aman Pathan on Friday, June 5, 2020

અલ્હાબાદના ઘૂરપુરમાં અઠવાડિયામાં એક વખત ભરાતી શાકભાજીના માર્કેટમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ના હોવા પર ઘૂરપુર પોલીસ સ્ટેશનના જમાદારે સરકારી ગાડીનું સાયરન ચાલું કરીને ખેડૂતોની શાકબાજી કચડી નાખી. લાચાર-ગરીબ ખેડૂતો અને નાના વ્યાપારીઓ પોતાની રોજી-રોટી કચડાતી જોતા રહ્યાં. કદાચ તેઓ તે દિવસે જમ્યા પણ નહીં હોય.

જોકે, જિલ્લાના પોલીસ કેપ્ટન સિદ્ધાર્થ અનિરૂદ્ધે આ ઘટનાનું સંજ્ઞાન લેતા માનવતાનો પરિચય આપ્યો અને જમાદાર સુમિત આનંદને સસ્પેન્ડ કરીને ગરીબ ખેડૂતોના નુકશાનની ભરપાઈ જમાદારના પગારનો કાપ કરીને કરવાનો આદેશ આપ્યો.

વાત પોલીસના વ્યવહારની છે. કોરોના મહામારીના આ કાળમાં પોલીસની બર્બરતા ચરમ ઉપર છે, પરંતુ વાત પોલીસથી પીડિત દરેક વ્યક્તિ સિદ્ધાર્થ અનિરૂદ્ધ જેવા પોલીસ કેપ્ટન સુધી પહોંચી શકતો નથી તેની છે. વાત પોલીસના મોઢામાંથી નિકળતી અશ્વલી અને અભદ્ર ગાળીઓની છે, સભ્ય નાગરિકો સાથે પણ ગેરવર્તનની છે, વર્દી અને અધિકાર મળવા પર પોતાને જ ચૌધરી સમજી લેવાની માનસિકતાની છે, અને આ બધુ માત્ર સામાન્ય જનતા માટે છે.

રસૂલદાર, નેતા અથવા સરકાર સામે વર્દીની બધી જ અકડ ઢીલી પડી જાય છે, પછી ભલે સામેવાળો ગમે તેટલો મોટો અરોપી અથવા અપરાધી જ કેમ ના હોય. તેથી પોલીસ સુધાર માટે પૂર્વ પોલીસ મહાનિર્દેશક આઈપીએસ પ્રકાશ સિંહના આપેલા સૂઝાવો પર અમલ કરવો જોઈએ, પોલીસનું વેતન અને સાપ્તાહિક રજા સાથે-સાથે 8 કલાકની ડ્યુટી નિર્ધારિત કરવું જોઈએ જેનાથી તેમના પર કાર્યભાર ઓછો કરી શકાય અને તેઓ શાંતચિંત રહી શકે. ખેર, પોલીસનો અમાનવીય ચહેરો જ હંમેશા સામે આવતો રહ્યો છે, જ્યારે પોલીસ સ્વયંમાં પહેલા માનવ અને પાછળથી પોલીસ છે.

મીડિયા પર ગંભીર સંકટમાં હોવાનું કહીને ભારતીય પ્રેસ કાઉન્સિંલના સભ્યએ આપ્યું રાજીનામું

Tags
Show More

Related Articles

Back to top button