પાયલટની ગેહલોત સાથે પ્રથમ મુલાકાત, બંને નેતાઓએ હાથ મિલાવ્યા – Kranti Sandesh
રાજનીતિ
Trending

પાયલટની ગેહલોત સાથે પ્રથમ મુલાકાત, બંને નેતાઓએ હાથ મિલાવ્યા

જાણકારોનું કહેવુ છે કે કોંગ્રેસ તરફથી આજ સાંજ સુધી ધારાસભ્ય દળની બેઠક મળી શકે છે.

રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ઘર્ષ બાદ હવે મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. સચિન પાયલોટની વાપસી અને રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને તેમણે એક પછી એક એમ કેટલાક ટ્વીટ કર્યા છે. પોતાના ટ્વીટમાં ગહેલોત ધારાસભ્યોને સંદેશ આપતા લખ્યુ કે પાર્ટીનો સંઘર્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકતંત્ર બચાવવાનો છે. છેલ્લા એક મહિનામાં પાર્ટીમાં જે પણ ભૂલ થઇ છે, આપણા લોકતંત્રના હિતમાં દેશ અને રાજ્યને ધ્યાનમાં રાખતા તેને માફ કરવા અને ભૂલવાની જરૂર છે.

જાણકારોનું કહેવુ છે કે કોંગ્રેસ તરફથી આજ સાંજ સુધી ધારાસભ્ય દળની બેઠક મળી શકે છે. આ ધારાસભ્ય દળની બેઠકમાં બન્ને દળ વચ્ચે કડવાસને દૂર કરવા માટે હાઇકમાન્ડ તરફથી સીનિયર નેતા કેસી વેણુગોપાલને મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે વેણુગોપાલ સચિન પાયલોટ અને અશોક ગહેલોતની મુલાકાત કરાવી વિધાયક દળની બેઠકની શરૂઆત કરાવશે. વિધાયક દળની બેઠકની સૂચના મહેશ જોશી પણ આપી ચુક્યા છે.

સચિન પાયલોટ જૂથ પરત ફર્યા બાદથી ગહેલોત જૂથ હજુ પણ નારાજ જોવા મળી રહ્યો છે. ગહેલોત સમર્થક વિધાયકોએ અહી સુધી એવી વાત કહી દીધી છે કે સચિન પાયલોટ અને તેમના સમર્થક ધારાસભ્યોને ત્રણ વર્ષ સુધી પાર્ટી અને સરકાર બન્નેમાં કોઇ જગ્યા આપવામાં નહી આવે, તેની માટે તે હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. જાણકારોનું કહેવુ છે કે બન્ને જૂથ વચ્ચે અત્યારે કડવાશ આટલી જલ્દી દૂર નહી થાય.

ભાજપ પર સાધ્યુ નિશાન

કોંગ્રેસના ધારાસભ્યોને જીતનો મંત્ર આપ્યા બાદ મુખ્યમંત્રી ગહેલોતે વધુ એક ટ્વીટ કર્યુ છે. પોતાની ટ્વીટમાં ગહેલોતે ભાજપ પર નિશાન સાધ્યુ છે. ગહેલોતે આ ટ્વીટમાં લખ્યુ કે ઇડી, સીબીઆઇ, આયકર અને ન્યાયપાલિકાનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લોકતંત્રને નબળુ કરવાનો એક ખથરનાક ખએલ છે.

Tags
Show More

Related Articles

Back to top button