એક એપ્લિકેશન જેનાથી તમે કોઈના પણ મોબાઈલ નંબરનું લોકેશન જાણી શકો છો

જ્યારે પણ આપણા ફોનમાં કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે સૌથી પહેલા એ પ્રશ્ન થાય કે કોણ હશે ? આ શખ્સ ક્યાંથી ફોન કરતો હશે, કોના નામ પર આ નંબર હશે. આવા જ પ્રશ્નો મનમાં આવ્યા કરે છે, આ એક મુંઝવણવાળો પ્રશ્ન છે, જે એક રીતે આપણને અજાણ્યા પણ છેતરી શકે છે અને આપણે ભૂલથી ફોન રિસીવ કરવા જતાં છેતરાઈ જતાં હોય છે.
આ એપ્લિકેશન દ્વારા મળી શકશે જાણકારી
ત્યારે આવા સમયે જો પહેલાથી જ ખબર પડી જાય કોલ કરનારા વ્યક્તિ કોણ છે, તો ઘણા અંશે આપણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આવુ સંભવ છે મોબાઈલ નંબર ટ્રેકર એપ્લીકેશન દ્વારા. જેના માધ્યમથી આપણે કોઈ પણ યુઝર્સનું નામ, લોકેશન અને સિમ કાર્ડ કઈ કંપનીનું છે તેના વિશે જાણી શકીએ છીએ. આ પ્રકારની જાણકારી તમને ટ્રૂ કોલર એપના માધ્યમથી પણ મળી જાય છે.
ક્યાંથી ડાઉનલોડ કરી શકાય
આ એપને તમે પ્લે સ્ટોર અથવા આઈઓએસ પ્લેટફોર્મ પર જઈને ઈંસ્ટોલ કરી શકો છો. જેમાં કોલ હિસ્ટ્રી, લોકેશન, મેસેજ, કોન્ટેક્સ, માઈ લોકેશન અને સેટિંગ્સ જેવા વિકલ્પો આપને મળશે. આ બંને પ્લેટફોર્મ પર તમને મોબાઈલ નંબર ટ્રેકર એપ પણ મળી જશે. આ ઉપરાંત મોબાઈલ નંબર ટ્રેકર વેબસાઈટ પર જઈને પણ કોઈ પણ મોબાઈલ નંબરનું લોકેશન અથવા તો ક્યાં રાજ્યનો નંબર છે, તેના વિશે જાણી શકો છો.
આ વેબસાઈટ પર પણ ચેક કરી શકો
અમે અહીં આપને અમુક પ્રકારની લિંક શેર કરી રહ્યા છીએ. જેમાં https://trace.bharatiyamobile.com/, https://www.bestmobilenumbertracker.com/, www.mobilenumbertracker.com/, www.findandtrace.com, https://bestcaller.com/ જેવી વેબસાઈટ સામેલ છે. આ વેબસાઈટો પર કોલરના લોકેશનની જાણ મળી શકે છે. આ ઉપરાંત નંબરનો માલિક કોણ છે અને સિમ કાર્ડ કઈ કંપનીનું તે જાણી શકાતુ નથી. આવુ એટલા માટે બને છે કે, સરકારની ગાઈડલાઈન અનુસાર ઈન્ટરનેટ પર યૂઝર્સના લોકેશન ઉપરાંત અન્ય કોઈ જાણકારી શેર કરી શકાય નહીં.