અમદાવાદ: ફ્લાવર શો જોવા લોકોની પડાપડી, વાહનો માટે બંધ કરાયો રિવરફ્રન્ટ – Kranti Sandesh
ગુજરાતસ્પેશ્યલ

અમદાવાદ: ફ્લાવર શો જોવા લોકોની પડાપડી, વાહનો માટે બંધ કરાયો રિવરફ્રન્ટ

અમદાવાદ શહેરમાં છેલ્લા દિવસોથી ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે, શહેરના અને બહારના લોકો માટે આ ફલાવર શો આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આજરોજ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ફ્લાવર-શોના લીધે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને 60 હજારથી પણ વધુ લોકો ઉમટી પડ્યા હતા.

રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ફ્લાવર-શોના લીધે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. શનિવારે ફ્લાવર-શોમાં 60 હજારથી વધુ લોકો ઉમટી પડતાં રિવરફ્રન્ટનો રોડ વાહનો માટે બંધ કરી દેવાયો હતો. જેને પગલે આશ્રમ રોડ પર પાલડીથી લઈને છેક ઉસ્માનપુરા સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ફ્લાવર-શોમાં વધુ ભીડ રહેતાં મ્યુનિ.એ રવિવારે મુલાકાતનો સમય 12થી રાત્રે 9ના બદલે વધારીને સવારે 7થી રાત્રે 11 સુધીનો કર્યો છે.

Tags
Show More

Related Articles

Back to top button