અમદાવાદ : હોટલમાં આવતા ગ્રાહકોના ડેબિટ કાર્ડ ક્લોન કરવાનું ‘SCAM 2020’, સુરતનો શખ્સ ઝડપાયો

અમદાવાદ: શહેરની ખ્યાતનામ હોટલમાથી ડેબિટ કાર્ડ ક્લોન કરી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક સાગરીતની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી ગુનામા પ્રોસેસરનુ કામ કરતો હતો. એટલે કે 20 ટકા કમિશન મેળવી છેતરપિંડી ના નાણા દિલ્હી મોકલી આપતો હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદ, આગ્રા, ગોવા સહિતની ખ્યાતનામ હોટલના ફ્રન્ટ ડેસ્ક પર નોકરી કરી ગ્રાહકોના કાર્ડ્સ ક્લોન કરી છેતરપીંડી કરનાર ગેગ સાયબર ક્રાઇમ ના સંકજામા આવી છે. તે ગુનામા વધુ એક આરોપી અતુલ ગેલાણીની સુરત ખાતેથી ધરપકડ કરવામાં છે. અતુલ આ ગેંગમાં પ્રોસેસર તરીકે કામ કરતો હતો. એટલે કે ક્લોન કરેલા કાર્ડ આરોપીના હાથમા આવતા અલગ અલગ એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડતો હતો. જે માટે અતુલ ને 20 ટકા કમિશન મળતુ હતુ. જે રકમ પોતાની પાસે રાખી અન્ય રકમ ગુનાના મુખ્ય આરોપી યુવરાજને દિલ્હી મોકલી આપતો હોવાનુ સામે આવ્યુ છે.
આરોપી અતુલની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી વધુ એક બનાવટી પીઓએસ મશિન મળી આવ્યુ છે. ઉપરાંત અતુલે અત્યાર સુધીમા કમિશનર પેટે 4 લાખ રૂપિયા મેળવ્યા હોવાનુ સામે આવ્યુ છે. તો બીજી તરફ અતુલ બનાવટી મશિનની મદદથી અન્ય જગ્યા એથી પણ કાર્ડ ક્લોન કરાવવાનો હતો. પરંતુ તે પહેલા આરોપી પોલીસ પકડમાં આવી ગયો.
યુવરાજ, દિગ્વિજય અને અતુલ આ ત્રિપુટી ની સાથે અન્ય એક વ્યક્તિ પણ સંડોવાયેલ છે. જેની પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત 110 જેટલા લોકોના કાર્ડનો ડેટા કોની પાસે છે અને તેમાથી કેટલા રૂપિયા ની ઉઠાંતરી કરી તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે સાથે ગોવા, કર્ણાટક અને દિલ્હી પોલીસ ની સાથે સંકલન યોજી પોલીસે અન્ય ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમા શું સામે છે તે જોવુ મહત્વનુ છે.