એક યુવક 60 હજાર મધમાખીને પોતાના ચહેરા પર બેસવા દે છે, માખીઓ સાથે કરી મિત્રતા – Kranti Sandesh
સ્પેશ્યલ

એક યુવક 60 હજાર મધમાખીને પોતાના ચહેરા પર બેસવા દે છે, માખીઓ સાથે કરી મિત્રતા

આપણે બધા ભલે મધમાખીના ડંખથી ડરીએ પણ આ યુવક માટે તો મધમાખી તેની દોસ્ત છે

કેરળના યુવક નાનપણથી મધમાખી સાથે અલગ જ લગાવ છે, આપણે બધા ભલે મધમાખીના ડંખથી ડરીએ પણ આ યુવક માટે તો મધમાખી તેની દોસ્ત છે. તેને મધમાખી પર એટલો બધો વિશ્વાસ છે કે, તે ઓછામાં ઓછી 60 હજાર મધમાખીને પોતાના ચહેરા પર બેસવા દે છે. નતુર એમ. એસ.ના પિતા વર્ષોથી મધમાખી ઉછેરતા હતા આ જોઈને નતુરને પણ રસ જાગ્યો અને તેણે મધમાખી સાથે મિત્રતા કરી દીધી.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નતુર સાત વર્ષનો હતો ત્યારથી મધમાખી સાથે રમતોહતો. તેણે 5 કલાક,10 મિનિટ અને 5 સેકન્ડ સુધી મધમાખીથી પોતાનો ફેસ કવર કરીને બેસી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. નતુરના પિતા સંજયકુમાર અવોર્ડ-વિનિંગ મધમાખી ઉછેરનાર અને મધ બનાવનાર વ્યક્તિ છે. નતુર શરૂઆતમાં તેના હાથ પર મધમાખીને ભેગી કરતો, આ મધમાખી તેની રાણીને શોધવા એક પછી એક ભેગી થઇ જતી અને તે પછી તેણે આ જ પ્રયોગ પોતાના મોંઢા પર પણ ચાલુ કર્યો.

પિતાએ મિત્રતા કરતા શીખવાડ્યું

નતુરે મીડિયાને કહ્યું કે, મારા પિતા હંમેશાં મને સલાહ આપે છે કે, મધમાખી સાથે એકદમ શાંત વ્યવહાર કરવો અને તેને એક મિત્ર જ ગણવી. ક્યારેક અંદર ડર ના રાખવો અને ઊંડા શ્વાસ લેવાના ચાલુ રાખવા. શરૂઆતમાં આ બધું સામાન્ય નહોતું, પણ મધમાખી ફેસ પર બેસે તો મને ક્યારેય ખરાબ નહિ પણ સારું જ લાગ્યું છે. તેઓ ફેસ આખો કવર કરી દે છે તો પણ મને કોઈ તકલીફ હજુ સુધી થઇ નથી, કોઈ ડંખના નિશાન નથી અને હું બધું નોર્મલ જોઈ શકું છું. એટલું જ નહિ પણ મધમાખી મારા ફેસ પર હોય ત્યારે હું ચાલી અને ડાન્સ પણ કરી શકું છું.

મધમાખીના ઉછેર અને રક્ષણ માટે અભિયાન

મધમાખી સાથે નતુરનો સ્પેશિયલ બોન્ડ બની ગયો છે. નતુરે કહ્યું કે, મધ જેવી મીઠી વસ્તુ આ દુનિયામાં બીજી કોઈ નથી. આપણે સૌને તેની જરૂર પડે છે. મધમાખીઓ જેમ મારી મિત્ર છે તેમ હું અન્ય લોકોને પણ તેની સાથે મિત્રતા કરવાનું કહું છું પણ બધાને તેના ડંખથી ડર લાગે છે. મેં અને મારા પિતાએ મધમાખીના ઉછેર અને રક્ષણ માટે અભિયાન પણ શરુ કર્યા છે.

Show More

Related Articles

Back to top button