ગડકરી એ અકસ્માત વિશે એવું તો શું કહ્યું કે લોકો થઇ ગયા સ્તબ્ધ – Kranti Sandesh
દેશ / વિદેશસ્પેશ્યલ

ગડકરી એ અકસ્માત વિશે એવું તો શું કહ્યું કે લોકો થઇ ગયા સ્તબ્ધ

દેશમાં વધી રહેવા અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર પોતાની તરફથી ખૂબ પ્રયત્નો કરી છે. સરકારે એકસ્માતોને રોકવા માટે નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ કરીને લોકો પ્રત્યે જાગરૂતા લાવવા માટે તેનુ પાલન કરવા માટે સખ્ત જોવા મળી રહી છે. પરંતુ હાલમાં કોઈ તેમાં સુધારો જોવાળતો નથી.

હાલમાં દેશભરમાં રોડ સુરક્ષા સપ્તાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યા નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે પાંચ લાખ દુર્ધટનાઓ સર્જાય છે, જેમાં લગભગ 1.5 લાખ લોકોના મોત નિપજે છે.

તેમણે કહ્યું હતું કે, દેશમાં GDPનું નુકસાન બે ટકા છે, જ્યારે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો 62 ટકા છે, જેમાં મોટા ભાગના લોકો 18-35 વર્ષની વચ્ચેના છે. નિતિન ગડકરીએ અફસોસ કરતા જણાવ્યું હતું કે, તેમના મંત્રાયલ તરફથી અનેક પ્રયત્નો કર્યા છતા આ સંખ્યામાં ઘટાડો કરી શક્યા નથી.

જોકે, તેમણે અકસ્માતોની સંખ્યામાં 29 ટકા અને મૃત્યુ દરમાં 30 ટકા ઘટાડો લાવવા માટે તમિલનાડુની સરકારના વખાણ કર્યો છે. જેમા તેમણે નવા ટ્રાફિક નિયમો, પોલીસ અને આરટીઓ તેમજ એનજીઓ સાથે સાતે ગેર સરકારી સંગઠનો દ્વારા સાથે મળીને અકસ્માતો ઘટાડવાનું મુખ્ય કારણ જણાવ્યું હતું.

Tags
Show More

Related Articles

Back to top button