અમદાવાદના 220 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા – Kranti Sandesh
ગુજરાત

અમદાવાદના 220 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં કોરોના કેસ ઘટયા હોવાના મ્યુનિ.ના દાવા વચ્ચે શહેરના પ્રેમચંદનગર,બોડકદેવ,સ્ટેડિયમ અને રાણીપ જેવા વિસ્તારોમાં સંક્રમણમાં વધારો થતા હવે અમદાવાદ શહેરના 220 વિસ્તાર તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈન્મેન્ટમા મુકવામાં આવ્યા છે.

મ્યુનિ.દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોના કેસ ઘટી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ મંગળવારે અગાઉના 211 વિસ્તારોમાંથી 12 વિસ્તારોમાં કેસ ઘટતા તંત્રે નિયંત્રણ દુર કર્યા છે.

ઉપરાંત નવા 21 વિસ્તારોમાં કેસ વધતા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં મુકવામાં આવતા હવે અમદાવાદમાં 220 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.શહેરના પ્રેમચંદનગરમાં કુલ છ પોઝિટિવ કેસ નોંધાતા 24 મકાનોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

ઉપરાંત બોડકદેવમાં સરકારી વસાહતમાં 16 તેમજ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટમાં કેસ વધતા 12 મકાન માઈક્રોકન્ટેઈન્મેેન્ટમાં મુકવામાં આવ્યા છે.રાણીપ વોર્ડમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં તો 209 જેટલા મકાનો માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની તંત્રને ફરજ પડી છે.

Tags
Show More

Related Articles

Back to top button